ફેવરિટ નતાલિયાએ બીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરતાં રામુએ લીધો બદલો

27 August, 2012 05:36 AM IST  | 

ફેવરિટ નતાલિયાએ બીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરતાં રામુએ લીધો બદલો

તેમણે જાહેરમાં નતાલિયાના ફિગરનાં વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે તેણે અત્યાર સુધી જેટલી છોકરીઓ જોઈ છે એમાં નતાલિયા સૌથી સુંદર છે. રામુએ પોતાની ‘ડિપાર્ટમેન્ટ’માં તેની પાસે આઇટમ-સૉન્ગ કરાવીને તેને પોતાની આગામી ફિલ્મમાં હિરોઇનના રોલ માટે સાઇન કરી હતી. જોકે થોડા સમય પહેલાં રામુને ખબર પડી હતી કે નતાલિયા ટૂંક સમયમાં કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું આયોજન કરી રહી છે ત્યારે તે અપસેટ થઈ ગયો હતો અને ગુસ્સામાં નતાલિયાને પોતાની નેક્સ્ટ ફિલ્મમાંથી કાઢી નાખીને બદલો લીધો હતો.

 

આ મુદ્દે વાત કરતાં રામુની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘બૉલીવુડમાં બધાને ખબર હતી કે રામુ અને નતાલિયા ડેટિંગ કરી રહ્યાં છે અને નતાલિયાની કરીઅરને ધક્કો મારવા માટે રામુ ખાસ ફિલ્મો બનાવી રહ્યો છે. જોકે હવે નતાલિયાએ કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લેતાં રામુ અને નતાલિયા અલગ પડી ગયાં છે. એમ પણ બની શકે કે નતાલિયાને ‘જિસ્મ ૩’માં સાઇન કરવામાં આવી હોવાના સમાચાર સાંભળીને રામુએ તેનાથી અલગ પડી જવાનો નિર્ણય લીધો હોય.’

નતાલિયા સાથેના બ્રેક-અપ્સનું દુ:ખ ભૂલવા રામુએ પોતાની જાતને કામમાં વ્યસ્ત કરી દીધી છે. હાલમાં તે પોતાની ‘ભૂત ૨’, ‘સત્યા ૨’ અને ૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પરની ફિલ્મના પ્લાનિંગમાં વ્યસ્ત છે. આ મુદ્દે વાત કરવા માટે નતાલિયાનો સંપર્ક નહોતો થઈ શક્યો, જ્યારે રામુએ કંઈ પણ કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.