કંઈક આવું કહી રામ ગોપાલ વર્માએ ટાઇગર શ્રોફની મજાક ઉડાવી

05 March, 2017 06:13 AM IST  | 

કંઈક આવું કહી રામ ગોપાલ વર્માએ ટાઇગર શ્રોફની મજાક ઉડાવી

ગુરુવારે ટાઇગરની ૨૭મી વરસગાંઠ હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા આપતાં રામ ગોપાલ વર્માએ ઘણીબધી ટ્વીટ કરતાં લખ્યું હતું કે ‘ટાઇગર શ્રોફ, તને માર્શલ આટ્ર્સ ખૂબ જ સારી રીતે આવડે છે, પરંતુ જો બ્રુસ લી તારી જેમ બિકિની બેબની જેમ પોઝ આપતો હોત તો તે આજે બ્રુસ લી ન બની શક્યો હોત. મહેરબાની કરીને આ વિશે વિચારજે અને તું તારા પપ્પા પાસે કંઈક શીખ જે માર્શલ આટ્ર્સ વગર પણ એક રિયલ મૅનની જેમ પોઝ આપી શકે છે. તારી પાસે જૅકી શ્રોફ કરતાં સારા સિક્સ પૅક ઍબ્સ હશે, પરંતુ તારા સિક્સ પૅક કરતાં તારા પપ્પાની આંખ અને બૉડી-લૅન્ગ્વેજ ખૂબ જ અદ્ભુત છે. જૅકી શ્રોફને હું એ કહેવા માગું છું કે હું તેમનો ફૅન હોવાથી મેં ટાઇગર વિશે આવી ટ્વીટ કરી છે. બ્રુસ લી અને જૅકી શ્રોફ જેવા રિયલ મૅન ઊર્મિલા માતોન્ડકરની જેમ પોઝ નથી આપતા.’