રામચરણ તેજાએ આંખ પર પટ્ટી કેમ લગાડી છે?

27 March, 2026 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથનો સુપરસ્ટાર રામચરણ તેજા હાલમાં એક પબ્લિક ઇવેન્ટમાં આંખ પર પટ્ટી લગાડેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ પછી ફૅન્સની ચિંતા વધી ગઈ અને તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની આ લાગણી વ્યક્ત પણ કરી હતી.

રામચરણ તેજાએ આંખ પર પટ્ટી કેમ લગાડી છે?

સાઉથનો સુપરસ્ટાર રામચરણ તેજા હાલમાં એક પબ્લિક ઇવેન્ટમાં આંખ પર પટ્ટી લગાડેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ પછી ફૅન્સની ચિંતા વધી ગઈ અને તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની આ લાગણી વ્યક્ત પણ કરી હતી. મળતી માહિતી પ્રમાણે હાલમાં રામચરણને એક ઍક્શન-સીનના શૂટિંગ વખતે ઈજા થઈ હતી જેના કારણે તેને આંખની ઉપર ચાર ટાંકા લેવા પડ્યા હતા. જોકે આ ઈજા સામાન્ય હોવાનું કહેવામાં આવ્યું છે અને તેણે શૂટિંગમાંથી કોઈ બ્રેક પણ નહોતો લીધો. આ ટાંકાને લીધે રામચરણ તેજાએ આંખ પર પટ્ટી લગાડી હતી.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news ram charan