ફિટ રહેવા માટે લંડનમાં શૂટિંગ વખતે સાઇકલ ચલાવતી રકુલ પ્રીત સિંહ

30 April, 2019 11:15 AM IST  |  મુંબઈ

ફિટ રહેવા માટે લંડનમાં શૂટિંગ વખતે સાઇકલ ચલાવતી રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ (File Photo)

‘દે દે પ્યાર દે’ના ગીત ‘તૂ મિલા તો હૈ ના’ના સેટ પર પહોંચવા માટે રકુલ પ્રીત સિંહ સાઇકલ ચલાવીને જતી હતી. આ રીતે સાઇકલ ચલાવીને તે એક્સરસાઇઝ કરતી હતી. આ ગીતમાં તે અજય દેવગન સાથે જોવા મળી રહી છે. ૧૭મેએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તબુ પણ અગત્યના રોલમાં દેખાશે. ડિરેક્ટર અકીવ અલીની આ ફિલ્મને ભૂષણ કુમાર, ક્રિશન કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગે પ્રોડ્યુસ કરી છે. ‘તૂ મિલા તો હૈ ના’ ગીત લંડનનાં હાઇડે પાર્કમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતને લઈને પોતાના અનુભવ શૅર કરતાં રકુલે કહ્યું હતું કે ‘મને જ્યારે જાણ થઈ કે અમે આ ગીતનું શૂટિંગ લંડનમાં કરવાના છીએ એટલે મેં તરત જ મનમાં ધારી લીધું હતું કે હું શૂટિંગના સેટ પર સાઇકલ ચલાવીને જઈશ.

આ પણ વાંચોઃ દે દે પ્યાર દે રૉમ-કૉમ સાથે ગંભીર મુદ્દાઓને પણ દેખાડશે : તબુ

મારા માટે આ એક સારી તક હતી કે હું સાઇક્લિંગ દ્વારા રૂટીન એક્સરસાઇઝ કરી શકું. હું સાઇકલથી જ ટ્રાવેલ કરતી હતી. શૂટિંગ દરમ્યાન હું ખૂબ જ સરળતાથી પાંચથી ૬ કિલોમીટર સુધી સાઇકલ ચલાવીને પહોંચતી હતી.’

 

rakul preet singh ajay devgn tabu bollywood news