અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે રકુલ પ્રીતસિંહ?

09 December, 2019 10:56 AM IST  |  Mumbai

અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે રકુલ પ્રીતસિંહ?

રકુલ પ્રીતસિંહ

ઇન્દ્રકુમારની કૉમેડી ફિલ્મમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રકુલ પ્રીતસિંહ જોવા મળે એવી શક્યતા છે. રકુલે આ અગાઉ સિદ્ધાર્થ સાથે ‘મરજાવાં’માં અને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’માં કામ કર્યું હતું. હવે એવું સાંભળવા મળ્યું છે કે એક જ ફિલ્મમાં આ ત્રણેય જોવા મળશે. આ એક સોશ્યલ કૉમેડી રહેશે. ઇન્દ્રકુમાર આ ફિલ્મ માટે સુંદર અને ગ્રેટ પર્ફોર્મર હોય એવી ઍક્ટ્રેસને શોધી રહ્યા હતા. એથી એવું લાગી રહ્યું છે કે રકુલ જ તેમની પસંદ પર ખરી ઊતરી છે. તેમને આ રોલ માટે રકુલ યોગ્ય લાગી રહી છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં ફીમેલ લીડ રોલ માટે અજય દેવગન અને સિદ્ધાર્થે જ રકુલનું નામ સૂચવ્યું હતું. તેમના મુજબ તે પ્રોફેશનલ છે. મલ્ટિસ્ટાર આ ફિલ્મમાં હજી બે યંગ ઍક્ટર્સને પણ લેવામાં આવશે.

rakul preet singh ajay devgn sidharth malhotra