Krrish 4માં આ પાત્રનું 17 વર્ષ પછી કમબૅક, હ્રિતિક રોશને કરી પુષ્ટિ

22 May, 2020 12:42 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Krrish 4માં આ પાત્રનું 17 વર્ષ પછી કમબૅક, હ્રિતિક રોશને કરી પુષ્ટિ

જાદૂ

હ્રિતિક રોશનના કરિઅરની સૌથી મહત્વની ફ્રેન્ચાઇઝી ક્રિશની ચોથી ફિલ્મની બધાં આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ક્રિશ 4ની તૈયારીઓને લઈને ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે, જેનાથી ખબર પડે છે કે નિર્દેશક રાકેશ રોશન પોતાના રાઇટર્સ સાથે ચોથી ફિલ્મને દળદાર બનાવવામાં લાગેલા છે. આ ક્રમમાં હવે એક એવા પાત્રના કમબૅકની વાત સામે આવી છે જેના કારણે ફ્રેન્ચાઇઝી શરૂ કરવામાં આવી હતી.

આ પાત્ર છે જાદુ. તે જ એલિયન જેની શક્તિઓની મદદથી મંદબુદ્ધિ રોહિત મેહરાને સ્માર્ટ, મેધાવી શક્તિશાળી વૈજ્ઞાનિકમાં પરિવર્તિત થઈ જાય છે. મુંબઇ મિરરની રિપોર્ટ પ્રમાણે, રાકેશ ક્રિશ 4માં એલિયન જાદૂને પાછા લાવવા પર વિચાર કરી રહ્યા છે. આ આઇડિયાને લગભગ લૉક કરી દેવામાં આવ્યો છે કે 17 વર્ષ પછી ફિલ્મની સ્ટોરીમાં જાદૂનું કમબૅક થવાનું છે.

આમ પણ ક્રિશ 3માં રોહિત મેહરાની ડેથ થઈ ગઈ છે, જો કે જાદૂને પાછાં લાવવા માટે આ યોગ્ય સમય રહેશે. જાદૂને કમબૅકને મોટા સ્તરે બતાવવાની તૈયારી થઈ રહી છે. મુંબઇ મિરર સાથેની વાતચીતમાં હ્રિતિક રોશને પણ જાદૂના કમબૅક તરફ ઇશારો કર્યો હતો. તેણે કહ્યું કે, વિશ્વ હવે જાદૂ સાથે કંઇક કરી શકે છે.

કોણ છે જાદૂ
જાદૂ એક એલિયન છે, જે બ્લૂ કલરનો દેખાય છે અને તેની પાસે સુપર પાવર્સ છે. આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ કોઇ મિલ ગયામાં બતાવવામાં આવ્યું હતું કે સંજોગવશ ધરતી સાથે સંપર્ક થયા પછી એલિયન અહીં આવે છે. ભોળો રોહિત તેને સંતાડીને રાખે છે અને ધીમે ધીમે એલિયન રોહિતને શક્તિઓ આપે છે.

કોઇ મિલ ગયામાં જાદૂનું પાત્ર ઇન્દ્રવર્ધન પુરોહિતે ભજવ્યું હતું, જે નાના કદના કલાકાર હતા. 2014માં તેમનું મૃત્યુ થઈ ગયું છે. જાદૂના કૉસ્ચ્યુમ ઑસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જેમ્સ કૉલનરે બનાવ્યા હતા. આમ તો જાદૂ પર બાળકોની ચેનલ નિકલોડિયન પર 2004માં એમ એનિમેશન કમ લાઇવ સીરીઝ આવી ચૂકી છે, જેનું નામ હતું જાદૂ.

rakesh roshan bollywood bollywood news bollywood gossips hrithik roshan