તેલુગુ થ્રિલર હિટની હિન્દી રીમેકમાં જોવા મળશે રાજકુમાર રાવ

16 July, 2020 10:46 PM IST  |  Mumbai Desk | Agencies

તેલુગુ થ્રિલર હિટની હિન્દી રીમેકમાં જોવા મળશે રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ તેલુગુ થ્રિલર ‘HIT’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. ‘HIT’ (હોમોસાઇડ ઇન્ટરવેન્શન ટીમ)ની સ્ટોરી એક પોલીસ-ઑફિસર પર આધારિત છે, જે એક મહિલાની ખોજમાં હોય છે. આ ફિલ્મના ઓરિજિનલ ડિરેક્ટર શૈલેશ કોલાનુ હિન્દી રીમેકને પણ ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ 2021માં શરૂ કરવામાં આવશે, જેને શાહિદ કપૂરની ‘જર્સી’ના પ્રોડ્યુસર દિલ રાજુ પ્રોડ્યુસ કરશે. આ વિશે રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘HIT’ જોઈ તો હું તરત જ એની સાથે કનેક્ટ થઈ ગયો હતો. આ એક એન્ગેજિંગ સ્ટોરી છે જે આજના સમય સાથે મેળ ખાય છે. એક કલાકાર તરીકે હું હંમેશાં એવાં કૅરૅક્ટર્સ કરવા માગું છું જે મેં કદી પણ એક્સપ્લોર ન કર્યાં હોય. હું શૈલેશ અને દિલ રાજુ સાથે કામ કરવા માટે આતુર છું.’

bollywood rajkummar rao bollywood news bollywood gossips