બધાઈ હોની સીક્વલમાં જોવા મળશે રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર

09 March, 2020 07:03 PM IST  |  Mumbai Desk

બધાઈ હોની સીક્વલમાં જોવા મળશે રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર

રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર

રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર ‘બધાઈ હો’ની સીક્વલમાં જોવા મળવાનાં છે. જંગલી પિક્ચર્સે આ ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મની સ્ટોરી પારિવારિક કૉમેડીની સાથે સંબંધોની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મને ૨૦૧૫માં આવેલી ‘હંટર’ના ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણી ડિરેક્ટ કરશે. ‘બધાઈ હો’માં આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા અને ગજરાજ રાવ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. હવે એની સીક્વલમાં રાજકુમાર રાવ દિલ્હીના પોલીસ-ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે જે એક મહિલા પોલીસ-સ્ટેશનમાં એકમાત્ર પુરુષ પોલીસકર્મી હોય છે. ભૂમિ પેડણેકર સ્કૂલમાં પીટીની ટીચર બની છે. તેના જીવનમાં પણ ઘણા તનાવ છે. બન્ને એકબીજાને મળે છે ત્યાર બાદ જે ઉધમ મચે છે એના પર ફિલ્મ આધારિત છે. ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ કરવામાં આવશે અને ફિલ્મને ૨૦૨૧ની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે.

bollywood rajkummar rao bhumi pednekar bollywood news bollywood gossips