Pk કોઈ ધર્મનું અપમાન કરતી નથી, વિરોધથી નિરાશ અને ચિંતિત છું

31 December, 2014 05:35 AM IST  | 

Pk કોઈ ધર્મનું અપમાન કરતી નથી, વિરોધથી નિરાશ અને ચિંતિત છું


મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો અને મારી ફિલ્મ ધર્મનાં સાચાં મૂલ્યો દર્શાવે છે અને ધર્મને નામે થતા ધર્મના અપમાનની ટીકા કરે છે એમ જણાવતાં બાવન વર્ષના રાજકુમાર હીરાણીએ કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ સામે કેટલાંક જૂથોના વિરોધથી હું નિરાશ અને ચિંતિત છું. ફિલ્મ ‘Pk’ના યુનિટના તમામ સભ્યો વતી હું સ્પષ્ટ કરવા માગું છું કે અમે દરેક ધર્મને માન આપીએ છીએ. કેટલાંક જૂથોના વિરોધ છતાં મારી ફિલ્મનો ઉદ્દેશ કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. ફિલ્મ દરેક વ્યક્તિને માનવતાને ધોરણે મૂલવે છે. મહાત્મા ગાંધી અને સંત કબીરનાં મૂલ્યો પરથી પ્રેરણા લઈ બનાવેલી આ ફિલ્મ દર્શાવે છે કે આ દુનિયામાં વસતો દરેક માનવી એકસરખો છે અને બે મનુષ્યોમાં કોઈ તફાવત નથી.’

ફિલ્મનો વિરોધ કરતાં જૂથોને રાજકુમાર હીરાણીએ ફિલ્મને સમગ્રતામાં જોવાનો આગ્રહ કરતાં જણાવ્યું હતું કે ‘અમારો ઇરાદો કોઈની લાગણી દૂભવવાનો નથી, કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ કરવાનો નથી. હું પુનરોચ્ચાર કરું છું કે મને તમામ ધમોર્ પ્રત્યે માન છે.’ ૧૯ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ૨૬૪.૩૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. છતાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જનજાગૃતિ સમિતિ અને ઑલ ઇન્ડિયા મહાસભા કેટલાંક શહેરોમાં ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. આ વિશે કેટલાક જ્ત્ય્ નોંધાઈ ચૂક્યા છે, જેમાં જમણેરી જૂથોએ આરોપ મૂક્યો છે કે ફિલ્મ હિન્દુ દેવતાઓની ઠેકડી ઉડાવે છે અને ફિલ્મમાં ઘણાં ઉશ્કેરણી કરતાં દૃશ્યો છે.

રાજકુમાર હીરાણીએ પોતાના સ્પષ્ટીકરણમાં ઉમેરો કરતાં જણાવ્યું હતું કે ‘મને અદ્વૈતના સિદ્ધાંતમાં ઘણી શ્રદ્ધા છે અને દરેક માનવી એકસરખો છે. આ બાબત ભારતીય સંસ્કૃતિનું, વિચારધારાનું અને ધર્મનું મૂળ છે. મને એ જોઈને નિરાશા થાય છે કે જે ફિલ્મ હિન્દુ ધર્મના વિચારો પ્રદર્શિત કરે છે એ જ ફિલ્મને હિન્દુ ધર્મવિરોધી ગણવામાં આવે છે. આ સાથે જ કરોડો ધાર્મિક લોકોને હું ધન્યવાદ આપવા ઇચ્છું છું જેમણે આ ફિલ્મ જોઈ છે અને જે ધર્મનું સાચું નિરૂપણ કરે છે અને દૂષણોની ટીકા કરે છે. હું મહાન હિન્દુ આદર્શ વસુધૈવ કુટુમ્બકમ્માં માનું છું, જેમાં સમગ્ર વિશ્વને એક કુટુંબ ગણવામાં આવ્યું છે. હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ અને તમામ ધમોર્ આપણને ભાઈચારો અને પ્રેમ શીખવાડે છે. ફિલ્મનો ઉદ્દેશ્ય આ મહાન વિચારને પ્રદર્શિત કરવાનો છે.