OTT જંક્શન

04 July, 2026 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાસ્તવમાં મુખ્ય પ્રધાનના પુત્રના હાઇ-પ્રોફાઇલ ડિજિટલ અપહરણ કેસમાં બન્ને માર્ટિન (વિક્રાંત મેસી)ની શોધમાં હોય છે. માર્ટિન એક ચાલાક અને અત્યંત તેજસ્વી સાઇબર ગુનેગાર છે.

OTT જંક્શન

ફિલ્મમેકર રાજકુમાર હિરાણીએ ‘પ્રીતમ ઍન્ડ પેડ્રો’ દ્વારા OTT પર એન્ટ્રી લીધી છે અને આ ફિલ્મથી તેમના દીકરા વીરે ઍક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. વાર્તાનો પ્લૉટ ગોવામાં ગોઠવાયો છે જ્યાં પેડ્રો (અર્શદ વારસી) એક અનુભવી અને જૂની વિચારધારાવાળો પોલીસ-ઇન્સ્પેક્ટર છે. તે ટેક્નૉલૉજી કરતાં પોતાની સૂઝબૂઝ અને અનુભવ પર વધુ વિશ્વાસ રાખે છે. બીજી તરફ પ્રીતમ (વીર હિરાણી) એક યુવા અને ટેક-સૅવી હૅકર છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે બન્નેને મજબૂરીમાં સાથે મળીને કામ કરવું પડે છે. વાસ્તવમાં મુખ્ય પ્રધાનના પુત્રના હાઇ-પ્રોફાઇલ ડિજિટલ અપહરણ કેસમાં બન્ને માર્ટિન (વિક્રાંત મેસી)ની શોધમાં હોય છે. માર્ટિન એક ચાલાક અને અત્યંત તેજસ્વી સાઇબર ગુનેગાર છે. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટમાં મોના સિંહ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ જિયો હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

rajkumar hirani web series arshad warsi vikrant massey jio hotstar entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood