રજનીકાંતની જેલર 2ના OTT રાઇટ્સ માટે મળી ૧૬૦ કરોડ રૂપિયાની ડીલ

20 August, 2026 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજનીકાંતને લીડ રોલમાં ચમકાવતી તામિલ ફિલ્મ ‘જેલર 2’ ૧૫ ઑક્ટોબરે દશેરાના તહેવારના વીક-એન્ડ દરમ્યાન મોટા પડદા પર રિલીઝ થવાની છે. રિપોર્ટ છે કે ફિલ્મે OTT રાઇટ્સ માટે શાનદાર ડીલ મેળવી લીધી છે.

રજનીકાંતની જેલર 2ના OTT રાઇટ્સ માટે મળી ૧૬૦ કરોડ રૂપિયાની ડીલ

રજનીકાંતને લીડ રોલમાં ચમકાવતી તામિલ ફિલ્મ ‘જેલર 2’ ૧૫ ઑક્ટોબરે દશેરાના તહેવારના વીક-એન્ડ દરમ્યાન મોટા પડદા પર રિલીઝ થવાની છે. રિપોર્ટ છે કે ફિલ્મે OTT રાઇટ્સ માટે શાનદાર ડીલ મેળવી લીધી છે. મળતી માહિતી પ્રમાણે મેકર્સને ફિલ્મના OTT સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે ૧૬૦ કરોડ રૂપિયાની ડીલ મળી છે. આ ડીલ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ વર્ષની સૌથી મોટી નૉન-થિયેટ્રિકલ ડીલ છે અને તામિલ ફિલ્મ માટે અત્યાર સુધીની પણ સૌથી મોટી ડીલ છે, જેણે ‘લિયો’ને પણ પાછળ છોડી દીધી છે. રજનીકાંત છેલ્લાં ૧૫ વર્ષમાં પોતાની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મની સીક્વલ સાથે પોતાના સુપરસ્ટારડમનો દમ બતાવી રહ્યા છે.’

rajinikanth bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news