રજનીકાન્તે લીધી કમલ હાસન સાથેની ફિલ્મ માટે સવાબસો કરોડ રૂપિયા ફી?

14 February, 2026 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજનીકાન્ત ભારતીય સિનેમાના સૌથી વધુ ફી લેતા કલાકારોમાં સામેલ છે. ‘કૂલી’ અને ‘જેલર’ પછી રજનીકાન્ત કમલ હાસન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બે દિગ્ગજ કલાકારો લગભગ ૪૦ વર્ષ બાદ ફરી એક વાર મોટા પડદા પર સાથે દેખાશે.

રજનીકાન્તે લીધી કમલ હાસન સાથેની ફિલ્મ માટે સવાબસો કરોડ રૂપિયા ફી?

રજનીકાન્ત ભારતીય સિનેમાના સૌથી વધુ ફી લેતા કલાકારોમાં સામેલ છે. ‘કૂલી’ અને ‘જેલર’ પછી રજનીકાન્ત કમલ હાસન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બે દિગ્ગજ કલાકારો લગભગ ૪૦ વર્ષ બાદ ફરી એક વાર મોટા પડદા પર સાથે દેખાશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે રજનીકાન્ત આશરે ૨૨૫ કરોડ રૂપિયાની ફી લઈ રહ્યા છે. કહેવાય છે કે આ રકમમાં અપફ્રન્ટ પેમેન્ટ અને પ્રૉફિટ શૅર બન્નેનો સમાવેશ છે. 
રજનીકાન્ત અને કમલ હાસને અગાઉ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, પરંતુ ૧૯૮૫ પછી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા નથી મળ્યા. હવે ૪૦ વર્ષ બાદ આ મહામિલન થવાનું હોવાથી ફિલ્મી વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે રજનીકાન્ત માટે ૨૦૦ કરોડથી વધુ ફી લેવી કોઈ નવી વાત નથી. મળતી માહિતી પ્રમાણે રજનીકાન્તે ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘જેલર’ માટે આશરે ૨૧૦ કરોડ રૂપિયા અને ૨૦૨૫માં આવેલી ‘કૂલી’ માટે ૨૦૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

rajinikanth kamal haasan bollywood bollywood news bollywood buzz bollywood gossips entertainment news