રજનીકાન્ત નિકટના મિત્રો સાથે નીકળી પડ્યા છે હિમાલયની આધ્યાત્મિક યાત્રાએ

06 October, 2025 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજનીકાન્તે હાલમાં તેમની ઍક્ટિંગ-કરીઅરમાંથી બ્રેક લીધો છે અને તેઓ કેટલાક નજીકના મિત્રો સાથે યાત્રા પર નીકળી પડ્યા છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સુપરસ્ટાર રજનીકાન્તે હાલમાં તેમની ઍક્ટિંગ-કરીઅરમાંથી બ્રેક લીધો છે અને તેઓ કેટલાક નજીકના મિત્રો સાથે યાત્રા પર નીકળી પડ્યા છે. રજનીકાન્તની આ યાત્રાની કેટલીક તસવીરો પ્રકાશમાં આવી છે. આમાંથી એક તસવીરમાં તેઓ સાદાં સફેદ કપડાં પહેરીને રસ્તાની બાજુમાં પથ્થરની સપાટી પર મૂકેલા ડિસ્પોઝેબલ પાત્રમાં ભોજન કરી રહ્યા છે. આ સિવાય એક અન્ય તસવીરમાં તેમને એક પુજારી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દર્શાવવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે શનિવારે રજનીકાન્ત હૃષીકેશમાં આવેલા સ્વામી દયાનંદ આશ્રમમાં ગયા અને સ્વામી દયાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સિવાય તેમણે ગંગા તટ પર ધ્યાન પણ કર્યું અને ગંગા-આરતીમાં પણ ભાગ લીધો હતો.

rajinikanth himalayas entertainment news bollywood bollywood news