'બાહુબલી' માટે પ્રભાસ કરતા સારો વિકલ્પ નથીઃરાજામૌલી

28 December, 2018 03:12 PM IST  | 

'બાહુબલી' માટે પ્રભાસ કરતા સારો વિકલ્પ નથીઃરાજામૌલી

કોઈ પણ બાહુબલી ન બની શકે

બાહુબલી ફિલ્મોથી વિશ્વભરમાં જાણીતા થયેલા રાજામૌલી ખુલ્લા મોંઢે પ્રભાસના વખાણ કરી રહ્યા છે. એસ. એસ. રાજામૌલી તાજેતરમાં એક ટોક શૉમાં હાજર રહ્યા હતાં. આ શૉમાં રાજામૌલીએ મેગ્નમ ઓપસ સુપરસ્ટાર પ્રભાસ વિશે દિલ ખોલીને વાત કરતા નજરમાં આવી રહ્યાં છે. જ્યારે ડિરેક્ટર રાજામૌલીને પૂછવામાં આવ્યું કે તમે પ્રભાસની જગ્યાએ બાહુબલીના રોલ માટે કોને કાસ્ટ કરી શકો. આ બાબતે રાજામૌલીએ જવાબ આપતા કહ્યું હતું કે, 'મને નથી લાગતુ કે મને પ્રભાસથી વધુ સારુ કોઈ મળી શક્યું હોત.' એટલુ જ નહી રાણા દગ્ગુબાટીને પણ એવો અહેસાસ થયો હતો અને કહ્યું હતું કે ,'કોઈ પણ બાહુબલી ન બની શકે'.
 
ટેલિવિઝન શૉમાં પ્રભાસની આ પહેલી ઉપસ્થિતિ હતી. અભિનેતાએ પણ ખુલાસો કર્યો હતો કે તે ખૂબ જ અંતર્મુખી અને શરમાળ વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે સુપરસ્ટાર પ્રભાસે લગભગ 4.5 વર્ષનો સમય માત્ર બાહુબલીને આપ્યો હતો. અને હવે બાહુબલી ફ્રેન્ચાઈઝીની જોરદાર સફળતા બાદ ભારતમાં પ્રભાસના ફેન્સની સંખ્યા ખુબ વધી ગઈ છે.
 
હવે પ્રભાસ 'સાહો' સાથે બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. પ્રભાસના જન્મ દિવસે પ્રોડ્યુસરે દર્શકોનો ઉત્સાહ વધારવા માટે 'શેડ્સ ઓફ સાહો' નામની આબૂ ધાબીના શૂટની ઝલકનો એક વીડિયો શૅર કર્યો હતો. જેના કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 'સાહો'માં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. 'સાહો' પછી પ્રભાસ 'જિલ' અને 'અમૌર'માં જોવા મળશે.

કોઈ પણ બાહુબલી ન બની શકે