રાજા શિવાજીમાં કામ કરવા માટે કોને મળી છે કેટલી ફી?

23 April, 2026 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવાજી મહારાજ બનવા માટે રિતેશ દેશમુખે સૌથી વધારે ૧૫થી ૧૮ કરોડ રૂપિયા ફી લીધી હોવાની ચર્ચા

‘રાજા શિવાજી’ ૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે

રિતેશ દેશમુખે ડિરેક્ટ કરેલી અને તેને છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં ચમકાવતી ‘રાજા શિવાજી’ ૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અનેક જાણીતા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મમાં કામ કરવા માટે કલાકારોએ લીધેલી ફીની વિગતો જાણવા મળી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે રિતેશ દેશમુખે અંદાજે ૧૫થી ૧૮ કરોડ રૂપિયા સુધીની ફી લીધી છે.

આ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા શિવાજી મહારાજનાં પત્ની સઈબાઈ ભોસલેની ભૂમિકામાં જોવા મળશે અને તેને આ રોલ માટે અંદાજે ૧થી બે કરોડ ફી આપવામાં આવી છે. અભિષેક બચ્ચનને ફિલ્મમાં સંભાજી શહાજી ભોસલેનું પાત્ર ભજવવા માટે ૬થી ૮ કરોડ રૂપિયા ફી તેમ જ સંજય દત્તને અફઝલ ખાનની ભૂમિકા માટે અંદાજે ૮થી ૧૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

‘રાજા શિવાજી’માં મહેશ માંજરેકર લખુજી જાધવનો રોલ કરી રહ્યો છે અને એ માટે તેને બેથી ત્રણ કરોડ રૂપિયા, ફરદીન ખાનને મુગલ બાદશાહ શાહજહાંના રોલ માટે બેથી ત્રણ કરોડ રૂપિયા તેમ જ ભાગ્યશ્રીને શિવાજી મહારાજનાં માતા જીજાબાઈના પાત્ર માટે એકથી બે કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.

shivaji maharaj upcoming movie riteish deshmukh genelia dsouza genelia abhishek bachchan sanjay dutt mahesh manjrekar fardeen khan bhagyashree entertainment news bollywood bollywood news