આયુષ્માન ખુરાના માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે રાજ શાંડિલ્ય

25 May, 2020 09:25 PM IST  |  Mumbai Desk | Agencies

આયુષ્માન ખુરાના માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે રાજ શાંડિલ્ય

રાજ શાંડિલ્ય

‘ડ્રીમ ગર્લ’ બનાવવાર રાજ શાંડિલ્ય હવે ફરીથી આયુષ્માન ખુરાના સાથે કામ કરવા માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે. તેણે ‘ડ્રીમ ગર્લ’ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવ્યો હતો. આ અગાઉ રાજે ‘જબરિયા જોડી’ અને ‘ફ્રીકી અલી’ માટે ડાયલૉગ્સ લખ્યા હતા. આયુષ્માન સાથે ફરીથી કામ કરવા માટે ઉત્સાહિત રાજ શાંડિલ્યએ કહ્યું હતું કે ‘હું સ્ક્રિપ્ટ લખી રહ્યો છું અને એ આયુષ્માન માટે છે. એ કોઈ ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ નથી. લખવાનું તો હવે પૂરું થવા આવ્યું છે. મેં આયુષ્માનને કહ્યું હતું કે હું તેના માટે લખી રહ્યો છું. આ એક સોશ્યલ મેસેજ સાથેની કમર્શિયલ ફિલ્મ રહેશે.’

bollywood bollywood news bollywood gossips ayushmann khurrana