14 December, 2022 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા
પૉર્ન વિડિયો કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રા, પૂનમ પાન્ડે અને શર્લિન ચોપડાના આગોતરા જામીન મંજૂર કરી દીધા છે. એથી એમ કહી શકાય કે તેમને મોટી રાહત મળી ગઈ છે. ૨૦૨૧ના જુલાઈમાં રાજની ધરપકડ થઈ હતી. તેના પર આરોપ હતો કે તે અશ્લીલ વિડિયો બનાવીને એક ઍપ પર અપલોડ કરે છે. બાદમાં ૨૦૨૧ની સપ્ટેમ્બરમાં તેને જામીન મળી ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટે તેમના આગોતરા જામીન મંજૂર કરતાં આદેશ આપ્યો છે કે તેમણે તપાસમાં સહયોગ કરવાનો રહેશે અને જરૂર પડ્યે તપાસ માટે હાજર પણ થવું પડશે.