Raj Babbarના પરિણીત પુત્ર પ્રતીકને થયો પ્રેમ, જાણો કોને કરી રહ્યો છે ડેટ?

15 February, 2023 09:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Raj Babbarના લાડકા દીકરા પ્રતીક બબ્બરને ફરી એકવાર પ્રેમ થયો છે. આ વાતનો ખુલાસો પ્રતીક બબ્બરની પોસ્ટ દ્વારા થયો. પ્રતીકે ગર્લફ્રેન્ડ સાથે કોઝી ફોટોઝ શૅર કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

રાજ બબ્બરના (Raj Babbar) દીકરા પ્રતીક ફિલ્મમાં ઘણીવાર નાના નાના રોલ્સમાં જોવા મળે છે અને તેમની એક્ટિંગ લોકોને ખૂબ જ ગમે પણ છે. પણ સિનેમાજગતમાં તેમણે હજી સુધી તે સફળતા પ્રાપ્ત નથી થઈ જેની તેઓ શોધ કરી રહ્યા છે. જો કે, ફિલ્મોથી વધારે પ્રતીકની ચર્ચા તેના ખાનગી જીવનને લઈને થતી રહે છે. ચર્ચાઓ પ્રમાણે પરિણીત પ્રતીક બબ્બર (Prateik Babbar)ને ફરીથી પ્રેમ થઈ ગયો છે. આ વાતનો ખુલાસો પ્રતીક બબ્બરે પોતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કર્યો છે. એટલું જ નહીં પ્રતીક જે એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે તે ઑલ્ટ બાલાજીની વેબસીરિઝમાં દેખાનારી સૌથી બૉલ્ડ એક્ટ્રેસ છે.

ફોટોઝ દ્વારા કર્યો પ્રેમ વ્યક્ત
પ્રતીક બબ્બરે વેલેન્ટાઈન ડે પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે કેટલીક રોમાન્ટિક તસવીરો શૅર કરી છે. ખાસ વાત છે કે આ તસવીરોમાં પ્રતીક અને તેમની ગર્લફ્રેન્ડનો ચહેરો તો નથી દેખાતો પણ સાઈડ ફેસ દેખાય છે કારણકે બન્ને કેમેરા તરફ પીઠ કરીને બેઠા છે. આ તસવીરો શૅર કરીને પ્રતીક બબ્બરે કૅપ્શનમાં લખ્યું, "P B." આની સાથે જ હાર્ટવાળું આઇકન શૅર કર્યું.

આ કારણે છુપાવ્યો સંબંધ
પિંકવિલામાં છપાયેલા રિપૉર્ટ પ્રમાણે પ્રતીક બબ્બર પ્રિયા બેનર્જી (Priya Banerjee) એકબીજાને એક વર્ષથી ઓળખે છે અને બન્ને રિલેશનશિપમાં છે. ચર્ચા તો એ છે કે પ્રતીકે પ્રિયા વિશે ફેમિલીમાં જણાવી દીધું છે. પણ રિલેશનશિપને છુપાવવાની પાછળનું કારણ પ્રતીકે તેની વાઇફ સાન્યા સાગર સાથેની ડિવૉર્સ પ્રોસેસ છે. પ્રતીક અને સાન્યા સાગરના લગ્ન 2019માં થયા હતા અને લૉકડાઉન દરમિયાનથી બન્ને અલગ રહે છે.

આ પણ વાંચો : મોડર્ન લવ હોય તો શું લાગણીઓ તો હજી પણ એટલી જ શુદ્ધ હોય છેઃ સિદ્ધાર્થ કશ્યપ

કોણ છે પ્રિયા બેનર્જી?
પ્રિયા બેનર્જી ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે `જઝ્બા` ફિલ્મમાં દેખાઈ ચૂકી છે. આ સિવાય અનેક બૉલ્ડ અને હૉટ ઑલ્ટ બાલાજીની વેબસીરિઝમાં દેખાઈ ચૂકી છે. તે વેબસીરિઝ એટલી વધારે બોલ્ડ છે કે આને તમે પરિવાર સાથે બેસીને જોઈ જ ન શકો.

bollywood news bollywood bollywood gossips entertainment news prateik babbar raj babbar