રાહુલ રૉયને જરૂર છે આર્થિક મદદની : નીતિન કુમાર ગુપ્તા

05 December, 2020 05:26 PM IST  |  Mumbai | Mumbai correspondent

રાહુલ રૉયને જરૂર છે આર્થિક મદદની : નીતિન કુમાર ગુપ્તા

રાહુલ રૉયને જરૂર છે આર્થિક મદદની : નીતિન કુમાર ગુપ્તા

ડિરેક્ટર નીતિન કુમાર ગુપ્તાએ લોકોને અપીલ કરી છે કે બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ હવે રાહુલ રૉયને વધુ સારવાર માટે આર્થિક મદદની જરૂર છે. ભવિષ્યમાં આવા હુમલાઓ ન થાય એ માટે ડૉક્ટરોએ સ્ટેન્ટ બેસાડવાની ભલામણ કરી છે. તેની સ્થિતિ સ્થિર થશે તો ડૉક્ટરો વધુ ટ્રીટમેન્ટ શરૂ કરશે. રાહુલ રૉય કારગિલમાં માઇનસ 12 ડિગ્રીમાં ‘LAC’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર નીતિન કુમાર ગુપ્તા પણ મદદ કરી રહ્યો છે. બ્રેઇન સ્ટ્રોક થવાથી રાહુલ રૉય એ સ્થિતિમાં નથી કે તેનાં અકાઉન્ટ ઑપરેટ કરી શકે. એથી લોકો પાસે મદદની વિનંતી ડિરેક્ટર નીતિને કરી છે. રાહુલની હેલ્થ વિશે વધુ જણાવતાં નીતિને કહ્યું હતું કે ‘હું તેના મેડિકલ સ્ટાફ અને કૅનેડામાં રહેતા તેના ભાઈ રોહિત સાથે સતત સંપર્કમાં છું. રાહુલ ફિઝિયોથેરપી અને સ્પીચ થેરપીને સારો રિસ્પૉન્સ આપી રહ્યો છે. તેના ભાઈએ જણાવ્યું કે તેણે રાહુલ સાથે અડધી મિનિટ સુધી વાત કરી હતી. તેણે જણાવ્યું કે રાહુલ સભાન છે અને થોડાં વાક્યો બોલી શકે છે. દરેકે કરેલી પ્રાર્થનાઓ માટે આભાર. તેની તબિયતમાં દરરોજ સુધારો થઈ રહ્યો છે.’
મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ વધુ ટ્રીટમેન્ટ માટે સલાહ આપી છે એ વિશે નીતિને કહ્યું હતું કે ‘મેં તેના ડૉક્ટર્સ સાથે ચર્ચા કરી છે, તેમણે ભવિષ્યમાં આવા હુમલાઓ ન આવે એ માટે દિમાગની ધમનીમાં સ્ટેન્ટ બેસાડવાની સલાહ આપી છે. આ એક સાવચેતી માટે છે અને એ ખર્ચાળ પણ છે. હું જ્યારે મુંબઈ આવીશ ત્યારે એ સંદર્ભે ડૉક્ટરો સાથે ચર્ચા કરીશ. હાલના ખર્ચાઓ હું સંભાળી રહ્યો છું. આમ છતાં જો કોઈને મદદ કરવી હોય તો આગળ આવી શકે છે. મને એ વાતની ખાતરી છે કે રાહુલ જ્યારે સ્વસ્થ થઈ જશે ત્યારે તે પૈસા ચૂકવી દેશે.’

bollywood bollywood news bollywood gossips rahul roy entertainment news