મમ્મી અલિયા ભટ્ટના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ દીકરી રાહા, જુઓ આ ક્યૂટ વીડિયો

01 September, 2024 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Raha Kapoor Cute Video: આલિયા ભટ્ટ કાશ્મીરમાં ફિલ્મની શૂટિંગ કરીને એકદમ હટકે સ્ટાઈલમાં મુંબઈ પરત ફરી હતી.

અલિયા ભટ્ટ દીકરી રાહા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી (તસવીર: મિડ-ડે)

બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં તેની પુત્રી રાહા સાથે તેની નવી ફિલ્મ ‘આલ્ફા’ના શૂટિંગ (Raha Kapoor Cute Video) માટે કાશ્મીર ગઈ હતી. આ ફિલ્મમાં અલિયા સાથે શર્વરી વાઘ પણ જોવા મળવાની છે. અગાઉ, આલિયાએ સેટ પરથી બિહાઇન્ડ ધ સીનની કેટલીક ક્ષણો શૅર કરવા માટે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ આ તસવીરોમાં આલિયા સાથે શર્વરી પણ દેખાઈ રહી છે. આલિયા હવે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને કાશ્મીરથી મુંબઈ પરત ફરી છે. આલિયા ભટ્ટ મુંબઈ એરપોર્ટ પરથી તેના ઘરે જઈ રહી હોવાનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અલિયા સાથે તેની દીકરી રાહા પણ દેખાઈ રહી છે. વીડિયોમાં રાહા અલિયાના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ છે અને તે એકદમ ક્યૂટ લાગી રહી છે.

આલિયા ભટ્ટ કાશ્મીરમાં ફિલ્મની શૂટિંગ કરીને એકદમ હટકે સ્ટાઈલમાં મુંબઈ પરત ફરી હતી. સનગ્લાસ પહેરીને અલિયા (Raha Kapoor Cute Video) એરપોર્ટની ભાર આવી હતી અને તેણે રાહાને હાથમાં તેડી હતી અને રાહા એકદમ શાંતિથી સૂઈ ગઈ હાઇટ. જો કે આલિયાએ એરપોર્ટ પર રહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો ન હતો તેમ છતાં તેની દીકરી રાહા સાથેની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

સોમવારે શર્વરી વાઘ અને આલિયા ભટ્ટ મુંબઈના કલીના એરપોર્ટ (Raha Kapoor Cute Video) પર જોવા મળી હતી જ્યારે તે તેની આગામી ફિલ્મ `આલ્ફા` ના આગામી શેડ્યૂલ માટે કાશ્મીર જઈ રહી હતી. એરપોર્ટ પર બંને પાપારાઝીના કૅમેરામાં કેદ થયા હતા. તે દરમિયાન આલિયાની સાથે રાહા પણ હતી. થોડીવાર બાદ આલિયાની મમ્મી અને દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાન પણ એરપોર્ટ પર પહોંચી હતી. એરપોર્ટ લુક માટે આલિયાએ બ્લેક બેગી પેન્ટસૂટ પહેર્યું હતું. નાનકડી રાહા બ્લેક આઉટફિટમાં તેની મમ્મી સાથે એકદમ મેચિંગ લગતી હતી. શર્વરીએ પણ કેઝ્યુઅલ એરપોર્ટ લુક પસંદ કર્યો જેમાં તેણે ચોકલેટ બ્રાઉન ટેન્ક ટોપ અને બેજ પેન્ટ પહેરી હતી.

દિગ્ગજ ફિલ્મ મેકર રાહુલ રવૈલનો દીકરો શિવ રવૈલ એક્શનથી ભરપૂર ફિલ્મને ડિરેક્ટ કરવા માટે બોર્ડ પર આવ્યો છે. થોડા દિવસો પહેલા શર્વરીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આલ્ફાના સેટ પરથી ડિરેક્ટર શિવ રૈલ સાથે એક તસવીર શૅર કરી હતી. શર્વરીએ (Raha Kapoor Cute Video) આ તસવીર શૅર કરીને લખ્યું, "તે આનાથી વધુ મોટું નથી! આજે મારી #Alpha સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું! મારા પર વિશ્વાસ કરો... મેં આ ક્ષણ ખૂબ જ તૈયાર કરી છે પરંતુ મારા પેટમાં પતંગિયા અનુભવી શકું છું. ..આદિ સાહેબ તમારા વિશ્વાસ બદલ અને @shivrawail તમારા મારા પરના વિશ્વાસ બદલ આભાર!!" ‘આલ્ફા’ શર્વરીના કરિયરની એક મહત્ત્વપૂર્ણ ફિલ્મ રહેવાની છે, કારણ કે તેને આ ફિલ્મ બાદ શાહરૂખ ખાન, સલમાન ખાન, હૃતિક રોશન, એનટીઆર જુનિયર, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ અને કિયારા અડવાણી જેવા સુપરસ્ટાર્સ સાથે આગામી સમયમાં કામ કરવાનો મોકો મળી શકે છે.

alia bhatt ranbir kapoor Raha Kapoor mumbai airport bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news star kids