કોરોનાના આતંક છતાં ચાલી રહ્યું છે રાધે:યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈનું શૂટિંગ

15 March, 2020 01:44 PM IST  |  Mumbai Desk

કોરોનાના આતંક છતાં ચાલી રહ્યું છે રાધે:યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈનું શૂટિંગ

કોરોના હોવા છતાં રાધેનું શૂટિંગ ચાલું

દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસના આતંક છતાં પણ ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ બંધ નથી કરવામાં આવ્યું. જોકે અઝરભાઈજાનનું શેડ્યુલ આ રોગચાળાને કારણે કૅન્સલ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસને જોતાં અનેક ફિલ્મોનું શૂટિંગ પણ પોસ્ટપોન કરવામાં આવી રહ્યું છે. ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં સલમાન ખાન, દિશા પટણી, રણદીપ હૂડા અને જૅકી શ્રોફ અગત્યના રોલમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી કોરિયાની ઍક્શન-થ્રિલર ‘ધ આઉટલૉઝ’ની હિન્દી રીમેક છે. પ્રભુ દેવાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું આ અગાઉ મુંબઈ અને ગોવામાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું થોડું ઘણું પૅચવર્ક અને ગીતનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના દિશા-નિર્દેશોનું ફિલ્મના સેટ પર પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. માર્ચના અંત સુધી ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાની યોજના છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે.

bollywood bollywood news bollywood gossips radhe Salman Khan coronavirus