મને એવું લાગી રહ્યું હતું કે હું બીજાની ધૂન પર નાચી રહ્યો છું

05 February, 2026 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવને ટોચ પર હોવા છતાં ચાર વર્ષનો બ્રેક લેવાનું કારણ જણાવ્યું

આર. માધવને ૨૦૧૧માં ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો

આર. માધવનની ગણતરી ટૅલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે, પણ એક સમયે તેણે કરીઅરમાં ટૉપ પર હોવા છતાં બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં વર્ષો પછી આર. માધવને પોતે લીધેલા આ બ્રેકના કારણની ચર્ચા કરી છે. આર. માધવને ૨૦૧૧માં ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો અને ૨૦૧૬માં ફિલ્મ ‘સાલા ખડૂસ’ દ્વારા કમબૅક કર્યું હતું. આ ફિલ્મ તેની અગાઉની રોમૅન્ટિક ઇમેજ કરતાં સાવ અલગ હતી.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં આર. માધવને કહ્યું છે, ‘ફિલ્મ ‘સાલા ખડૂસ’ પહેલાં હું જે પ્રકારનું કામ કરી રહ્યો હતો એનાથી હું ખૂબ નિરાશ હતો. હું સ્વિટ્ઝરલૅન્ડમાં એક તામિલ ગીત માટે ઑરેન્જ પૅન્ટ અને ગ્રીન શર્ટ પહેરીને શૂટિંગ કરી રહ્યો હતો. એ સમયે રસ્તાની બાજુએ બેઠેલો એક સ્વિસ ખેડૂત મને તિરસ્કારભરી નજરે જોઈ રહ્યો હતો. તે ચા પી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે અમે શું કરી રહ્યા છીએ. તે ક્ષણે મને લાગ્યું કે હું મારી ઓળખ અને ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો નથી. મને અચાનક સમજાયું કે હું બીજાની ધૂન પર નાચી રહ્યો છું. હું પબ્લિક સ્પીકર છું, મને ગન ચલાવતાં અને ઘોડેસવારી કરતાં આવડે છે; પરંતુ મારી ફિલ્મોમાં આમાંથી કંઈ જ દેખાતું નથી. આ પછી મેં બ્રેક લીધો. મેં ઍડ-ફિલ્મ્સ કરવાનું બંધ કર્યું, દાઢી વધારી અને ચેન્નઈ તેમ જ ભારતના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરી. હું રિક્ષાવાળાઓ સાથે બેઠો અને તેમની ચિંતાઓ અને જીવનની વાસ્તવિક સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો. આ ચાર વર્ષની સમજ આજે મને કામ આવી રહી છે.’

r madhavan dhurandhar entertainment news bollywood bollywood news bollywood buzz bollywood gossips