22 March, 2025 07:45 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલ ‘પુષ્પા 2 : ધ રૂલ’ની વૈશ્વિક સફળતા બાદ હવે ‘પુષ્પા 3’ની જાહેરાત થઈ છે. પોતાની એક ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન ફિલ્મના નિર્માતા રવિશંકરે ‘પુષ્પા 3’ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે ‘પુષ્પા 3’ ૨૦૨૮માં રિલીઝ થશે. ‘પુષ્પા 2 : ધ રૂલ’એ વિશ્વભરમાં ૧૬૫૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી અને એ ‘દંગલ’ અને ‘બાહુબલી 2’ પછી ત્રીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આના કારણે જ હવે એનો ત્રીજો ભાગ શક્ય એટલો જલદી બનાવવામાં આવશે.