પુષ્પા 2 : ધ રૂલ આવી ગઈ છે હવે OTT પર

31 January, 2025 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપરડુપર હિટ ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’એ બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક કમાણી કરી છે. હવે આ ફિલ્મ ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે.

‘પુષ્પા 2 : ધ રૂલ’ ફિલ્મનું પોસ્ટર

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની સુપરડુપર હિટ ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’એ બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક કમાણી કરી છે. હવે આ ફિલ્મ ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ કરી દેવામાં આવી છે. ૨૦૨૪ની પાંચમી ડિસેમ્બરે ‘પુષ્પા 2 : ધ રૂલ’ને મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી હતી. રિલીઝના પંચાવન દિવસ બાદ પણ ફિલ્મ થિયેટર્સમાં ચાલી રહી છે. એ છતાં આ ફિલ્મને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા ભાષામાં નેટફ્લિક્સ પર રિલીઝ કરી દેવામાં આવી છે. ૧૭ જાન્યુઆરીએ થિયેટર્સમાં તમામ ભાષાઓમાં ‘પુષ્પા 2 : ધ રૂલ’ રિલીઝ કરવામાં આવી હતી અને હવે OTTમાં ૨૩ મિનિટના એક્સ્ટ્રા ફુટેજ સાથે સ્ટ્રીમ કરવામાં આવી છે. OTT પર આ મૂવી ૩ કલાક ૪૪ મિનિટની જોવા મળશે. જેમણે હજી સુધી ‘પુષ્પા 2 : ધ રૂલ’ નથી જોઈ તેઓ હવે નેટફ્લિક્સ પર એનો આનંદ માણી શકે છે.

allu arjun rashmika mandanna pushpa bollywood movie review netflix box office bollywood bollywood news entertainment news