પૂરબ કોહલીએ ટેટો ફોડ્યો, પરિવાર આખો Covid-19 પૉઝિટિવ

07 April, 2020 11:11 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પૂરબ કોહલીએ ટેટો ફોડ્યો, પરિવાર આખો Covid-19 પૉઝિટિવ

પૂરબ કોહલી (ફાઇલ ફોટો)

રૉક ઑન, જલ અને એરલિફ્ટ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેતા પૂરબ કોહલીનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો, તેની સાથે સાથે આખા પરિવારને પણ આ વાયરસે પોતાના ઝાપટામાં લઈ લીધો હતો. તે પરિવાર સાથે લંડનમાં રહે છે. જો કે, હવે તે અને તેનો પરિવાર કોરોના સામે જંગ જીતી ગયા છે.

કોરોના થવા અને પછી સાજાં થવાને લઈને પૂરબે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિસ્તારપૂર્વક માહિતી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, "અમને ફક્ત ફ્લૂ હતો અને થોડાંક લક્ષણ હતા. અમારા ડૉક્ટરે કહ્યું કે અમે કોરોના વાયરસ સંક્રમિત છીએ. આ એક હદ સુધી ખૂબ જ સામાન્ય ફ્લૂ જેવું જ છે, જેમાં ઘણી ઉધરસ હોય છે અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે."

પૂરબ સાથે તેના પરિવારને પણ કોરોનાએ પોતાના ઝાપટમાં લઈ લીધો. તેમણે જણાવ્યું કે, "ઇનાયાને સૌથી પહેલા થયું અને ખૂબ જ ઓછું હતું. બે દિવસ સુધી ઉધરસ અને છીંકો પણ હતી. પછી લૂસીને છાતીમાં વધારે તકલીફ થઈ, જેમ બધાં વાતો કરી રહ્યા છે, ઉધરસના લક્ષણ દેખાયા. પછી મને થયો. પહેલા મને એક દિવસ માટે ખૂબ જ સરદી અને છીંકો આવી. પછી તે બરાબર થયું તો ત્રણ દિવસ સુધી ઉધરસ થઈ. અમારા ત્રણેયને ખૂબ જ સામાન્ય 100થી 101 તાવ હતો અને થાક લાગતો હતો. ઓસિયનને અંતે થયું અને તેને ત્રણ સાત સુધી 104 તાવ રહ્યો. નાક પણ વહેતું અને સામાન્ય ઉધરસ પણ હતી. પાંચમા દિવસે તેનો તાવ ઉતરી ગયો."

તેમણે આગળ કહ્યું, "અમે સતત અમારા ડૉક્ટર સાથે ફોન દ્વારા સંપર્કમાં હતા. લંડનમાં આ બધાંને થઈ રહ્યું છે અને મોટા પાયે છે. અમે કેટલાક લોકોને ઓળખીએ છીએ જેમને આ થયું છે."

પૂરબે કહ્યું, "તમારી સાથે આ ફક્ત એટલા માટે શૅર કર્યું જેથી તમને જણાવીને તમારા ડરને ઘટાડી શકું કે કોઇકને આ થયું અને તે સાજાં થયા. ગયા અઠવાડિયે બુધવારે અમે સેલ્ફ ક્વૉરન્ટીનમાંથી બહાર આવ્યા અને હવે અમને સંક્રમણ નથી. "

પૂરબ કોહલીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે સંક્રમિત થયા દરમિયાન દરરોજ ચારથી પાંચવાર સ્ટીમ (બાફ) લઈ રહ્યા હતા અને સાથે જ મીઠાંવાળા પાણીના કોગળા પણ કરી રહ્યા હતા. આ સિવાય તે ગળાને આરામ મળે તે માટે અદરખ, હળદર અને મધના મિશ્રણનો પણ ઉપયોગ કરતાં હતા. તેમણે કહ્યું કે, "છાતી પર ગરમ પાણીની બોટલ ખરેખર મદદ કરે છે. "

પૂરબે જણાવ્યું કે આમાં ખૂબ જ આરામની જરૂર હોય છે તેના પ્રમાણે તેનું શરીર હજી પણ રિકવર કરી રહ્યું છે. તેણે લોકોને અપીલ કરી છે કે જો તેમને એવું કંઇ થાય તો ડૉક્ટકની સલાહ લેવી ખૂબ જ મહત્વની છે. દરેક કેસની તીવ્રતા જુદી હોય છે. તેમને લોકોને ઘરમાં જ રહેવાની ભલામણ કરી છે.

purab kohli bollywood bollywood news bollywood gossips covid19 coronavirus