થિયેટર્સમાં ફ્રીમાં ફિલ્મ બતાવવાનું પ્લાન કરે છે પ્રોડ્યુસર આનંદ પંડિત

26 June, 2020 03:47 PM IST  |  Mumbai Desk | Agencies

થિયેટર્સમાં ફ્રીમાં ફિલ્મ બતાવવાનું પ્લાન કરે છે પ્રોડ્યુસર આનંદ પંડિત

આનંદ પંડિત

પ્રોડ્યુસર આનંદ પંડિત પોતાની ફિલ્મોને થિયેટર્સમાં લોકોને ફ્રીમાં દેખાડવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તે પોતાની ફિલ્મોને એક્ઝિબિટર્સને ફ્રીમાં આપશે. ફિલ્મ જોવા આવનારા લોકોને ટિકિટ તો ફ્રીમાં મળશે માત્ર તેમણે પોતાના ફૂડ માટે પૈસા આપવાના રહેશે. એ વિશે વધુ જણાવતાં આનંદ પંડિતે કહ્યું હતું કે ‘આપણે ધીમે-ધીમે લૉકડાઉનમાંથી બહાર આવી રહ્યા છીએ. મારું સપનું છે કે સિનેમા હૉલ્સ ફરીથી ધમધમી ઊઠે. એથી વિચાર આવ્યો કે દર્શકોને સિનેમા હૉલ્સનો એ અનુભવ અને મનોરંજન ફ્રીમાં આપવામાં આવે તો સારી વાત છે. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવશે. ફિલ્મ જોવા આવનારાઓને માત્ર પૉપકૉર્ન અને ફૂડના પૈસા ખર્ચવા પડશે.’
કઈ ફિલ્મો દેખાડવામાં આવશે એ હજી નક્કી નથી. આનંદ પંડિત હાલમાં તો સિનેમા હૉલ માલિકો સાથે ચર્ચા કરી રહ્યો છે. એ વિશે જણાવતાં આનંદ પંડિતે કહ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે હાલમાં સિનેમા માલિકો કેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના બિઝનેસને ખૂબ માઠી અસર પહોંચી છે. આ રીતે લોકોને થિયેટર્સમાં પાછા લાવવાની યોજના છે.’

bollywood bollywood news bollywood gossips