પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માનો અનોખો અંદાજ

25 March, 2013 05:59 AM IST  | 

પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માનો અનોખો અંદાજ


સ્ટાઇલ-આઇકૉન ગણાતી ભૂતપૂર્વ મિસ-વર્લ્ડ પ્રિયંકા ચોપડા ગુરુવારે યોજાયેલા એમટીવી વિડિયો અવૉર્ડ ૨૦૧૩માં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો અભિનેત્રી અનુષ્કા શર્મા ફ્રીન્જ હેરસ્ટાઇલ અને રેટ્રો લુકમાં જોવા મળી હતી. આ ફંક્શનમાં ઑસ્કર વિજેતા સંગીતકાર એ. આર. રહમાનને પ્રિયંકાના હસ્તે ફસ્ર્ટ ઇન્ડિ વિડિયો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એ વખતે રહમાનને પૂછવામાં આવ્યું હતું કે શું તમે પ્રિયંકાને તમારી ફિલ્મમાં ગીત ગાવાની તક આપશો ત્યારે તેમણે પ્રિયંકાનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે પ્રિયંકાએ મને તેના સંગીતકાર તરીકે તક આપવી જોઈએ. આ કાર્યક્રમમાં પ્રિયંકાને પણ બેસ્ટ વિડિયો મ્યુઝિક આઇકૉન ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો હતો. આ ઇવેન્ટનું સંચાલન ‘દેહલી બેલી’ની જોડી ઇમરાન ખાન અને વીર દાસે કર્યું હતું. એમાં આયુષમાન ખુરાના, પ્રીતમ, અનુ મલિક, સોનુ નિગમ, પ્રસુન્ન જોશી, મિકા સિંહ, ઝરીન ખાન, સારા લોરેન, અમિત સાધ, કુણાલ રૉય કપૂર, રાજકુમાર યાદવ, જૅકી ભગનાણી જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.