નવી દિલ્હીમાં ફૅમિલી નાઇટ એન્જૉય કરતી પ્રિયંકા

10 November, 2019 09:33 AM IST  |  New Delhi

નવી દિલ્હીમાં ફૅમિલી નાઇટ એન્જૉય કરતી પ્રિયંકા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે નવી દિલ્હીમાં ફૅમિલી નાઇટ એન્જૉય કરી હતી. એનાં ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતાં. તેણે તેનાં કઝિન ભાઈ કુણાલ ભોગલનાં બર્થ-ડેને સેલિબ્રેટ કર્યો હતો. પ્રિયંકા હાલમાં નવી દિલ્હીમાં ‘ધ વાઇટ ટાઇગર’નું શૂટિંગ કરી રહી છે. કામમાંથી થોડી બ્રેક લઈને પ્રિયંકા પાર્ટી મૂડમાં દેખાઈ હતી. આ ફૅમિલી નાઇટમાં તેની મમ્મી મધુ ચોપડા અને તેના ભાઈ સિદ્ધાર્થની સાથે જ અન્ય લોકો પણ સાથે હતાં. પ્રિયંકાએ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસની સાથે બ્લેક બૂટ્સ પહેર્યા હતા. ફૅમિલી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ફૅમિલી નાઇટ્સ. હૅપી બર્થ-ડે કુણાલ ભોગલ.’

priyanka chopra