13 November, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મમાં પ્રિયંકા ચોપડાનો લુક
પ્રિયંકા ચોપડા એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘ગ્લોબટ્રૉટર’ સાથે ભારતીય ફિલ્મોમાં ૬ વર્ષ પછી પાછી ફરી રહી છે. તેણે ગઈ કાલે આ ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને Ask Me Anything (AMA) સેશનમાં ફૅન્સ સાથે વાતો પણ કરી હતી. આ સેશનમાં તેણે રાજામૌલીની આ ફિલ્મમાં લીડ હીરો તરીકે મહેશબાબુ સાથે પોતે હોવાનું કન્ફર્મેશન પણ આપ્યું હતું. ફિલ્મનું ‘ગ્લોબટ્રૉટર’ નામ ટેમ્પરરી છે, જે પાછળથી બદલાશે.
ફિલ્મમાં પ્રિયંકાના આ ફર્સ્ટ લુકમાં તે પીળી સાડી પહેરીને, હાથમાં બંદૂક પકડીને ધ્યાનથી નિશાન પર નજર તાકીને ઊભેલી જોવા મળે છે. તેના વાળ પાછળ બાંધેલા છે, કોલ્હાપુરી ચંપલ, ઝુમકાં અને બિંદી સાથે તેનો લુક ઍગ્રેસિવ પણ ટ્રેડિશનલ છે. આ પોસ્ટર શૅર કરવા સાથે પ્રિયંકાએ કૅપ્શનમાં લખ્યું હતું કે ‘નરી આંખે દેખાય એના કરતાં ઘણું વધારે છે તેનામાં, મંદાકિનીને હેલો કહો.’
સેલિબ્રિટીઝ અને ફૅન્સ પ્રિયંકાના આ નવા અવતારથી ખુશ થઈ ગયા હતા અને ઘણાએ રસપ્રદ રીઍક્શન્સ આપ્યાં હતાં. રાજામૌલીએ આ પોસ્ટર શૅર કરીને લખ્યું, ‘ગ્લોબલ સ્ટેજ પર ઇન્ડિયન ફિલ્મને રીડિફાઇન કરનારી આ મહિલાને આવકારું છું. વેલકમ બૅક, દેશી ગર્લ.