18 November, 2023 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચોપડા (ફાઈલ તસવીર)
Priyanka Chopra Sold her Two Flats: બૉલિવૂડથી (Bollywood) માંડીને હૉલિવૂડ (Hollywood) સુધી મોખરે અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ લૉસ એન્જિલ્સમાં શિફ્ટ થઈ ગઈ છે. જ્યાં તે પતિ નિક અને દીકરી માલતી મેરી સાથે રહે છે. એક્ટ્રેસ ઘણીવાર કોઈકને કોઇક કારણસર લાઈમલાઈટમાં રહે છે. તો હાલ એક્ટ્રેસ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Priyanka Chopra Sold her Two Flats: મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે પ્રિયંકા ચોપડાએ મુંબઈમાં અંધેરીમાંના પોતાના બે અપાર્ટમેન્ટને રાઈટર અને ડિરેક્ટર અભિષેક ચૌબેને વેચી દીધો છે. માહિતી પ્રમાણે તે આ બે અપાર્ટમેન્ટ માટે અભિષેકે કુલ 6 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પ્રિયંકા ચોપડાના આ બન્ને ઘર લોખંડવાલા વિસ્તારમાં કરણ અપાર્ટમેન્ટ ટૉવરની 9મા માળે છે. જે લગભગ 2,300 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.
અભિષેક ચૌબેએ ચૂકવી 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી
Priyanka Chopra Sold her Two Flats: રિપૉર્ટ્સ પ્રમાણે પ્રિયંકા ચોપડાની માતા મધુ ચોપડાએ એક્ટ્રેસ તરફથી 23 ઑક્ટોબર અને 25 ઑક્ટોબરના આ ડીલ પૂરી કરી છે. અભિષેક ચૌબેએ 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવીને આ ઘર પોતાના નામે કરી લીધો છે. આ પહેલા પ્રિયંકા ચોપડાએ એક ડૉક્ટરને લોખંડવાલામાં એક પ્રૉપર્ટી વેચી હતી. જેને પહેલા 2021માં ભાડે લીધી હતી. આ પ્રૉપર્ટી માટે ડૉક્ટરે 7 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મો
Priyanka Chopra Sold her Two Flats: પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ઇદ્રિસ એલ્બા અને જોન સીના સાથે `હેડ્સ ઓફ સ્ટેટ`માં જોવા મળશે. આ સિવાય તે `સિટાડેલ 2`માં પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તરની ફિલ્મ `જી લે ઝરા`માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે પણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે સપનાંને સાકાર કરવા વિશે વાત કરતાં પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે કે ઈગો બધું ખતમ કરી દે છે. પ્રિયંકા હાલમાં મુંબઈ આવી છે અને મરીન ડ્રાઇવના ઉછળતા મોજાનો તેણે આનંદ લીધો હતો. આજે પ્રિયંકા ગ્લોબલ સ્ટાર છે. તે હૉલીવુડ અને બૉલીવુડ બન્નેમાં સક્રિય છે. આ પોઝિશન પર પહોંચવા માટે તેને પણ ઓછી સ્ટ્રગલ નથી કરવી પડી. રીજેક્શનનો પણ તેણે સામનો કરવો પડ્યો હતો. એ અનુભવની યાદોને તાજી કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘એક સમય એવો હતો જ્યારે હું એક ફિલ્મ કરવા માગતી હતી એની સ્થિતિ અલગ હતી. મારી પાસે જ્યારે સ્ક્રિપ્ટ આવી તો મેં પહેલાં માત્ર મારું કૅરૅક્ટર વાંચ્યું અને જોયું કે સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં. તમારું કૅરૅક્ટર અદ્ભુત હોવા છતાં પણ જો સ્ક્રિપ્ટ સમજમાં ન આવતી હોય તો હું ફિલ્મમેકર્સ સાથે ચર્ચા કરતી હતી. તમારી પાસે દરેક બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ. એક ફિલ્મ હતી એના વિશે મેં વાંચ્યું અને મને એ ફિલ્મમાં કામ કરવાની ખૂબ ઇચ્છા હતી. મેં મારા એજન્ટ્સને તે ફિલ્મમેકર્સને કૉલ કરવા કહ્યું અને મારી જાતને એ ફિલ્મ માટે ઑડિશન આપવાની તૈયારી દેખાડી હતી. એના માટે મારે ત્રણ વખત ઑડિશન આપવા પડ્યાં હતાં. પહેલી વખત તે ફિલ્મમેકર્સ સાથે મીટિંગ કરી, બીજી વખત તે મારા ઘરે આવ્યા અને સ્ક્રિપ્ટ વાંચી હતી. ત્રીજી વખત હું સ્ટુડિયોમાં ગઈ અને મને ફિલ્મ મળી.’
તેનું કહેવું છે કે કામની આડે તેનો અહમ કદી પણ વચ્ચે નથી આવ્યો. એ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘મારાં સપનાંઓ પૂરાં કરવા માટે હું કદી પણ ગભરાતી નથી અને એની વચ્ચે મારો અહમ કદી પણ નથી આવતો. જો તમારે કાંઈક મેળવંવુ હોય તો તમારા અહમને એની આડે ન આવવા દેવો. ઈગોને કારણે બધું સમાપ્ત થઈ જાય છે. કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે તમારે સખત મહેનત, વિનમ્રતા અને દૃઢતાની જરૂર હોય છે. જરૂરતમંદને નીચા પાડવાને બદલે તેમને મદદ કરવાની ઇચ્છા રાખવી જોઈએ. કોઈ બાબતને લઈને તમને અસલામતી લાગે છે અને એથી તમે અન્યોને પછાડો છો. તમારા ક્ષેત્રમાં આગેવાન બનો. વિશ્વને દરરોજ આગેવાનની જરૂર છે અને એના માટે નમ્રતા, લગન અને સખત મહેનત કરવાની ધગશ હોવી જોઈએ.’