મૅગેઝિનના કવર પર છવાઈ પ્રિયંકા, ફોટોમાં લાગી રહી છે બહુ જ ગ્લેમરસ

04 July, 2019 01:33 PM IST  | 

મૅગેઝિનના કવર પર છવાઈ પ્રિયંકા, ફોટોમાં લાગી રહી છે બહુ જ ગ્લેમરસ

પ્રિયંકા ચોપડા કવર ફોટો

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) આ સમયે પેરિસમાં પોતાના પતિ નિક જોનસ(Nick Jonas)ની સાથે એન્જૉય કરી રહી છે. હાલમાં જ ફ્રાન્સમાં એના જેઠ જો જોનસ અને સોફી ટર્નરના લગ્ન થયા છે, જેમાં પ્રંયંકા ઘણી સુંદર લાગી રહી હતી. જેઠના લગ્ન દરમિયાન પ્રિયંકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે પ્રિયંકાની કેટલીક ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

હકીકતમાં, પ્રિયંકાએ હાલમાં જ એક ફૅશન મૅગેઝિન Elle UKના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે. પ્રિયંકાએ આ ફોટોશૂટના દરેક ફોટોમાં એક અલગ ડ્રેસ પહેરી છે. એક ફોટોમાં પ્રિયંકા બ્લેક એન્ડ પિન્ક કલરના ડ્રેસમાં નજર આવી રહી છે. બાકી અન્ય ફોટોમાં પ્રિયંકા યેલો, સ્કાઈ બ્લૂ, ઓરેન્જ કલરની ડ્રેસમાં નજર આવી રહી છે.

પ્રિયંકાનો આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા આ ફોટોઝમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

ફોટોશૂટ પહેલા પ્રિયંકા કેવી રીતે તૈયાર થઈ હતી એણે તૈયાર થયેલા ફોટોઝ પણ શેર કર્યો છે.

priyanka chopra Nick Jonas bollywood news