પ્રિયંકાનાં બેબીઝ

16 August, 2022 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકાએ જે ફોટો શૅર કર્યો છે એમાં માલતી તેનાં ટૉય્‍સ સાથે રમી રહી છે અને તેનાં ત્રણ પેટ ગીનો, ડાયના અને પાન્ડા તેની નજીક બેઠાં છે, જાણે તેઓ તેની રક્ષા કરી રહ્યાં હોય

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

પ્રિયંકા ચોપડા જોનસે તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે તેનાં અન્ય બેબીઝના ફોટો શૅર કર્યા છે. આ બેબીઝ એટલે પ્રિયંકાના ઘરના ત્રણ પેટ. પ્રિયંકાએ જે ફોટો શૅર કર્યો છે એમાં માલતી તેનાં ટૉય્‍સ સાથે રમી રહી છે અને તેનાં ત્રણ પેટ ગીનો, ડાયના અને પાન્ડા તેની નજીક બેઠાં છે, જાણે તેઓ તેની રક્ષા કરી રહ્યાં હોય. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘આ બધાં મારાં બેબીઝ છે. પર્ફેક્ટ સન્ડે.’

એક ફોટોમાં માલતીના હાથમાં બુક પણ છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘સન્ડેઝ વાંચવા માટે હોય છે.’

business news bollywood news bollywood gossips bollywood priyanka chopra