હું હવે કામનું પ્રેશર નથી લેતી : પ્રિયંકા ચોપડા જોનસ

28 October, 2019 10:43 AM IST  |  મુંબઈ

હું હવે કામનું પ્રેશર નથી લેતી : પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા અને નિક

પ્રિયંકા ચોપડા જોનસે જણાવ્યું હતું કે તે હવે કામનું પ્રેશર નથી લેતી. તે એક કૉન્ફિડન્ટ ઍક્ટ્રેસ અને પ્રોડ્યુસર છે. ‘ધ સ્કાય ઇઝ પિંક’ તાજેતરમાં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે એક ઍક્ટ્રેસ હોવાની સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી હતી. આ ડબલ રોલ ભજવતી વખતે શું તેને કોઈ પ્રેશર હતું એવું પૂછવામાં આવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું ઘણાં વર્ષો પહેલાં પ્રેશર લેતી હતી. હવે હું પ્રેશર નથી લેતી. મને લાગે છે કે મેં ત્યારે જ પ્રેશર લેવાનું બંધ કર્યું હતું જ્યારે હું એવા સ્તરે પહોંચી ગઈ હતી જ્યાં હું મારી પસંદગીનું કામ કરી શકતી હતી. મને કામ માટે લોકો પર આધાર નથી રાખવો પડતો. આ ચાર-પાંચ વર્ષો પહેલાંની જ વાત છે.
જોકે એ ખૂબ જ દુ:ખની બાબત છે કે ફીમેલ ઍક્ટ્રેસિસને કઈ ફિલ્મમાં કામ આપવામાં આવે એના માટે કેટલાક લોકો પર આધાર રાખવો પડે છે. આ એક વાસ્તવિક્તા છે. સાંભળવામાં અશક્ય લાગતી આ બાબત એક હકીકત છે. આ વસ્તુમાંથી હું હાલમાં જ શિફ્ટ થઈ છું. મને લાગે છે કે એનાથી જ મને પ્રોડ્યુસર બનવાનો આત્મવિશ્વાસ મળ્યો છે. હું હવે મારી મરજી મુજબની ફિલ્મને ડિરેક્ટ પણ કરી શકું છું.’

priyanka chopra Nick Jonas