મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં જો પ્રિયંકાએ નમસ્તે ન કર્યું હોત તો...

06 November, 2020 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં જો પ્રિયંકાએ નમસ્તે ન કર્યું હોત તો...

ફાઈલ ફોટો

પ્રિયંકા ચોપડાએ અત્યાર સુધી ઘણીવાર રેડ કાર્પેટ પર સ્ટનિંગ ડ્રેસ પહેર્યા છે. સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં ગ્લોબલ લેવલ પર ખુદની અલગ ઓળખ બનાવી છે. તેમાં અમુક ડ્રેસ એવા પણ હતા જેને પહેરવામાં અસુવિધા પણ રહી. તેમાંના બે ડ્રેસ એવા હતા જેમાં તે સૌથી વધુ અન્કમ્ફર્ટેબલ હતી. પહેલી વખત ત્યારે જ્યારે તેણે મિસ વર્લ્ડનો તાજ પહેર્યો અને બીજી વખત 2018માં જ્યારે તેણે રાલ્ફ લોરેનનો ડ્રેસ કેરી કર્યો હતો.

પ્રિયંકાએ પીપલ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેની લાઈફની સૌથી મોટી ઇવેન્ટમાં જ સૌથી વધુ અન્કમ્ફર્ટેબલ હતી. ‘હું ઘણી સ્ટ્રેસમાં હતી. ઇવેન્ટના અંતમાં ડ્રેસની આખી ટેપ નીકળી ગઈ હતી. જ્યારે હું વોક કરી રહી હતી તો નમસ્તે જ કરતી રહી. લોકો વિચારતા હતા કે હું નમસ્તે કરતી હતી પણ મેં ડ્રેસ પકડ્યો હતો.’

ડ્રેસને લઈને બીજી ઘટના 2018માં બની હતી. પીસીએ  મેટ ગાલા ઇવેન્ટમાં રાલ્ફ લોરેનનો ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રી કહ્યું કે, તે રાલ્ફ લોરેનનો બ્લડ રેડ ડ્રેસ હતો. તેમાં ગોલ્ડન હેડ ગિયર હતું. પરંતુ તે ડ્રેસની અંદર જે કોર્સેટ હતું તેમાં હું શ્વાસ લઇ શકતી ન હતી. મને લાગતું હતું કે મારી પાંસળીઓ દબાઈ રહી હતી. ડિનર સમયે તે પહેરીને બેસવું સૌથી કઠિન હતું. સ્વાભાવિક છે કે હું તે રાત્રે કંઈપણ સરખી રીતે જમી શકી ન હતી.

priyanka chopra bollywood