શા માટે પ્રિયંકાને લગ્નનું કન્સેપ્ટ વિચિત્ર લાગતુ હતું?

07 November, 2020 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે પ્રિયંકાને લગ્નનું કન્સેપ્ટ વિચિત્ર લાગતુ હતું?

ફાઈલ ફોટો

પ્રિયંકા ચોપડા તાજેતરમાં જ લગ્નને લઈને તેન વિચાર શું છે એ વ્યક્ત કર્યા છે. જોકે આ વિચાર તે 20 વર્ષની હતી ત્યારનો છે.

પ્રિયંકાએ જણાવ્યું કે, તે 20 વર્ષની હતી જ્યારે તે લગ્નને લઈને કમ્ફર્ટેબલ ન હતી. તેના વિચારથી ડર લાગતો હતો. જોકે, હવે તે આ બાબતે કમ્ફર્ટેબલ છે.

પ્રિયંકાએ એક અંગ્રેજી મેગેઝીન પીપલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નિક જોનસને મળ્યા પછી તેનો લગ્ન વિશેનો ખ્યાલ કરી રીતે બદલ્યો? તેણે કહ્યું, 'લાંબા સમય સુધી લાગતું હતું કે હું કઈ નથી જાણતી. વિવાહિત હોવું જાણે એક વિચિત્ર વિચાર હતો.મને વિવાહિત હોવાના વિચાર સાથે પ્રેમ હતો. હું બ્રાઈડ બનવાના વિચારથી એક્સાઈટેડ થઇ જતી હતી, એ વાત જાણ્યા વગર કે તેનો અર્થ શું હોય છે?'

પ્રિયંકાએ ઉમેર્યું કે જ્યારે તમને યોગ્ય માણસ મળી જાય છે ત્યારે દરેક વસ્તુ સહજ લાગે છે.  હું ઘણી એમ્બિશિયશ છે. વધતી ઉંમર સાથે તેને થયું કે કોઈ મહિલાનું એમ્બિશિયશ હોવું યોગ્ય નથી. પરંતુ પછીથી મે અનુભવ્યું કે આ તેની તાકાત છે.

પ્રિયંકા ચોપડાએ 1 ડિસેમ્બર 2018ના રોજ ઇન્ટરનેશનલ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. 28 વર્ષીય નિક પ્રિયંકાથી ઉંમરમાં 10 વર્ષ નાનો છે.

priyanka chopra bollywood