28 January, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાને હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી મળ્યું સ્પેશ્યલ આમંત્રણચોપડાએ માત્ર ભારતમાં જ નહીં, ગ્લોબલ લેવલે પણ પોતાની ઓળખ બનાવી છે. હાલમાં પ્રિયંકાને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાનારા એક વિશેષ કાર્યક્રમ માટે ખાસ આમંત્રિત કરવામાં આવી છે અને તે એમાં હાજરી આપશે.
હકીકતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ‘૨૩મી ઇન્ડિયન કૉન્ફરન્સ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ આ વર્ષે ૧૪-૧૫ ફેબ્રુઆરીએ યોજાશે. આ કૉન્ફરન્સમાં પ્રિયંકા ચોપડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ કૉન્ફરન્સનો ઉદ્દેશ છે ભારત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને વિચારકોને એક મંચ પર લાવવાનો.