23 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા દીકરી માલતી મારી સાથે
જાણીતા અમેરિકન લેટ નાઇટ ટૉક-શો ‘ધ ટુનાઇટ શો સ્ટારિંગ જિમી ફેલોન’માં જોવા મળેલી પ્રિયંકા ચોપડાએ માતૃત્વ અને પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે સંતુલન સાધવા વિશે ખૂલીને વાત કરી. પ્રિયંકાએ જણાવ્યું કે તેમની દીકરી માલતી મારી હાલમાં ન્યુ યૉર્કમાં સ્કૂલ જઈ રહી છે, જ્યારે નિક બ્રૉડવે પર પર્ફોર્મ કરી રહ્યો છે. પ્રિયંકા ફિલ્મના શૂટિંગ માટે વારંવાર ભારત આવતી રહે છે, પરંતુ તેણે મજાકમાં કહ્યું કે તેની દીકરીનું શેડ્યુલ તેના કરતાં પણ વધુ વ્યસ્ત છે.
અમેરિકન શોમાં પ્રિયંકાએ દીકરી વિશે વાત કરતાં કહ્યું, ‘તે ખૂબ જ પ્રતિભાશાળી અને ઇન્ટરેસ્ટિંગ છે. તે થોડી કૉમેડિયન પણ છે. આ સમયે તે અમારા જીવનમાં એક પ્રકાશની જેમ છે. આ અમારા માટે શાનદાર સમય છે. નિક છેલ્લાં પાંચ વર્ષથી બ્રૉડવે પર છે. અમે ન્યુ યૉર્કમાં હતાં. હું ભારતમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છું એટલે હું ત્યાંથી આવતી-જતી રહું છું. એથી અમે હાલમાં ઉનાળામાં ઈસ્ટ કોસ્ટ પર છીએ અને માલતી અહીં સ્કૂલમાં જઈ રહી છે. તેના ફ્રેન્ડ્સનું નાનું ગ્રુપ છે અને તેનું શેડ્યુલ મારા કરતાં પણ વધુ વ્યસ્ત છે. ઘણા બધા ક્લાસિસ છે. બાળકો ઘણું બધું કરે છે. માલતી અન્ય બાળકો સાથે મિક્સ થવા ઇચ્છે છે.’