પ્રિયંકા ચોપડા જોનસને હજી વધુ ઍક્શન ફિલ્મોમાં કામ કરવું છે

30 March, 2020 02:38 PM IST  |  Mumbai Desk | IANS

પ્રિયંકા ચોપડા જોનસને હજી વધુ ઍક્શન ફિલ્મોમાં કામ કરવું છે

પ્રિયંકા ચોપરા જોનાસ

પ્રિયંકા ચોપડા જોનસની ઇચ્છા છે કે તે હજી વધુ ઍક્શન ફિલ્મોમાં કામ કરે. પ્રિયંકા જાતે જ પોતાના સ્ટન્ટ્સ કરે છે. તેણે ‘ડૉન’ અને ‘ક્વોન્ટિકો’માં શાનદાર ઍક્શન કરી હતી. એક્શન વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે હું હંમેશાંથી મારા સ્ટન્ટ્સ કરું છું. હું મારી બૉડી પર પૂરો ભરોસો રાખું છું. હું ઍથ્લેટિક છું. હું ઍક્શન ફિલ્મોને ખરેખર એન્જૉય કરું છું. મેં ‘ડૉન’ અને ‘ક્વોન્ટિકો’માં જાતે જ સ્ટન્ટ્સ કર્યા હતા. આશા રાખું છું કે હું વધુ આવી ફિલ્મો કરું. હું સાથે જ જેન્ડર ન્યુટ્રલ વર્લ્ડમાં વિશ્વાસ રાખું છું. આશા રાખું છું કે મારી લાઇફ દરમ્યાન આપણે એક એવા સ્તરે પહોંચી જઈએ કે જ્યાં આપણે મહિલાપ્રધાન ફિલ્મને બદલે માત્ર કહી શકીએ, ફિલ્મ. ફીમેલ ડિરેક્ટર્સને બદલે આપણે કહી શકીએ માત્ર, ડિરેક્ટર્સ. મહિલા ઍથ્લિટ્સને બદલે કહી શકીએ, ઍથ્લિટ્સ.

priyanka chopra bollywood bollywood news bollywood gossips