28 June, 2024 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે તેની લવ-લાઇફ અને કરીઅરને બૅલૅન્સ કરતી જોવા મળી રહી છે. તે હાલમાં ઑસ્ટ્રેલિયામાં તેની હૉલીવુડની ફિલ્મ ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તેનો પતિ નિક જોનસ પણ તેની સાથે હતો. પ્રિયંકાએ શૅર કરેલા ફોટોમાં નિક સાથે તે રોમૅન્ટિક પળો માણતી જોવા મળી રહી છે તો એક ફોટોમાં તેની દીકરી માલતી મૅરી પણ જોવા મળી રહે છે. એક ફોટોમાં તેને શૂટિંગ દરમ્યાન પગમાં ઈજા થયેલી પણ જોવા મળી રહી છે.