ભારતમાં વૅક્સિનેશન શરૂ થતાં હેલ્થ વર્કર્સને શુભેચ્છા આપી પ્રિયંકાએ

18 January, 2021 04:26 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

ભારતમાં વૅક્સિનેશન શરૂ થતાં હેલ્થ વર્કર્સને શુભેચ્છા આપી પ્રિયંકાએ

પ્રિયંકા ચોપડા જોનસ

દેશમાં કોરોનાની વૅક્સિન લગાવવાની શરૂઆત થતાં જ તમામ હેલ્થ વર્કર્સને પ્રિયંકા ચોપડા જોનસે શુભકામના આપી છે. સાથે જ ફ્રન્ટલાઇન વૉરિયર્સની કામગીરીને બિરદાવતાં તેમનો આભાર પણ માન્યો છે. પ્રિયંકા ઘણા મહિનાઓથી અમેરિકામાં તેના હસબન્ડ નિક જોનસ સાથે છે. ટ્વિટર પર પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘બ્રેવો ઇન્ડિયા. ભારતીય પ્રશાસન, મેડિકલ અને હેલ્થ ટીમ્સે કોવિડ વૅક્સિનેશનની શરૂઆત કરી એ બદલ તેમને અભિનંદન. આપણા ફ્રન્ટલાઇન વૉરિયર્સે પોતાની લાઇફને જોખમમાં મૂકીને અનેક લોકોના જીવ બચાવ્યા છે એ માટે તેમના હંમેશાં આભારી રહેવાના છીએ.’

coronavirus covid19 bollywood bollywood news priyanka chopra