ફૅશન વર્લ્ડમાં પૉઝિટિવ ચેન્જ લાવવા માટેની ઍમ્બૅસૅડર બની પ્રિયંકા

18 November, 2020 02:34 PM IST  |  Los Angeles | IANS

ફૅશન વર્લ્ડમાં પૉઝિટિવ ચેન્જ લાવવા માટેની ઍમ્બૅસૅડર બની પ્રિયંકા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસની ફૅશન વર્લ્ડમાં પૉઝિટિવ ચેન્જ લાવવા માટે નિમણૂક કરવામાં આવી છે. બ્રિટિશ ફૅશન કાઉન્સિલ દ્વારા તેને આ માટેની ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે.

આ વિશે પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ગર્વ અનુભવી રહી છું કે મને બ્રિટિશ ફૅશન કાઉન્સિલ દ્વારા ફૅશન વર્લ્ડમાં પૉઝિટિવ ચેન્જ લાવવા માટે ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. હું આવતા વર્ષે લંડનમાં રહીને કામ કરવાની છું. આ માટે મારી પાસે લોકો સાથે શૅર કરવા માટે ઘણાં એક્સાઇટિંગ ઇનિશ્યેટિવ છે. મારી આ મુસાફરી દરમ્યાન હું તમને સાથે લઈને ચાલવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

priyanka chopra bollywood los angeles