પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલ્યન ફૉલોઅર્સ થઈ જતાં સૌનો આભાર માન્યો

25 February, 2020 07:37 AM IST  |  Mumbai

પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલ્યન ફૉલોઅર્સ થઈ જતાં સૌનો આભાર માન્યો

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસના ઇન્સ્ટાગ્રામ પર પચાસ મિલ્યન એટલે કે પાંચ કરોડ ફૅન્સ થતાં તેણે સૌનો આભાર માન્યો છે. તેણે એક નાનકડી વિડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. વિડિયોમાં તેની જર્નીને દેખાડવામાં આવી છે. આ વિડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘મારા માટે અને મારી સાથે અડીખમ ઊભા રહેવા માટે સૌનો આભાર. અહીં સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપ્યું છે અને ભગવાનની કૃપાથી હજી ઘણો દૂર સુધીનો પ્રવાસ ખેડવાનો છે. તમને સૌને ભરપૂર પ્રેમ.’

પ્રિયંકા UNICEF (યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફન્ડ)ની ગુડવિલ ઍમ્બૅસૅડર છે. આ સંસ્થા સાથે જોડાઈને તેણે કયાં કામો કર્યાં છે એ વિશેની માહિતી પણ તેણે એક વિડિયો દ્વારા આપી છે. એ વિડિયોમાં તે નાનાં બાળકો સાથે વાતચીત કરતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે. એ વિડિયોને પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘હું ટ્રાવેલ કરી રહી હતી એથી તમારી સાથે વાત કરવામાં મોડું થઈ ગયું. જોકે મારા દિલમાં તો ઉમળકો ભરપૂર છે. મારા પચાસ મિલ્યન ફૅન્સે આપેલા પ્રેમ અને સપોર્ટનો હું આભાર માનું છું. ૫૦ મિલ્યન એ માત્ર ફૉલોઅર્સ નથી, એ તો એક સકારાત્મક વાત છે એવું મારું માનવું છે. આપણા દરરોજના કામમાં ગુંથાઈ રહેવું તો સરળ છે. જોકે હું એમ વિચારી રહી હતી કે હું શું કહેવા માગું છું? કેવી રીતે એ છાપનો ઉપયોગ કરું? બાદમાં મને વિચાર આવ્યો કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. સાથે મળીને આપણે નાના કે મોટા પાયે ઉદારતા દેખાડીએ. તો તમે મારી સાથે #KindnessWithPCJ ચૅલેન્જમાં જોડાઈ જાઓ. મેં પચાસ એવાં સમાજસેવાનાં કામોનું લિસ્ટ બનાવ્યું છે કે જે કરવાથી લોકોના ચહેરા પર સ્માઇલ લાવી શકાય છે. આ માટે હૅશટૅગ #KindnessWithPCJનો ઉપયોગ કરો. એથી હું પણ એ વિશે જાણી શકું કે તમે કયું કામ કરી રહ્યા છો. સાથે એ પણ દેખાડીએ કે ૫૦ મિલ્યન કેટલા સ્ટ્રૉન્ગ છે. મારી સાથે ઉદારતા દેખાડવા માટે થૅન્ક યુ.’

priyanka chopra instagram bollywood news entertaintment