જો કોઈ મારું અપમાન કરશે તો... પ્રિયંકા ચોપડાએ સોશ્યલ મીડિયા પર મજાક-મજાકમાં આવી પોસ્ટ કરતાં ફૅન્સમાં ચર્ચા

08 August, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા હાલમાં હૈદરાબાદમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે

પ્રિયંકાની પોસ્ટ

પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે હસતાં-હસતાં કડક શબ્દોમાં સમજાવ્યું છે કે જો કોઈ તેનું અપમાન કરશે તો શું પરિણામ આવી શકે છે. પ્રિયંકાની આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે ‘હું ત્યાં સુધી ખૂબ સારી અને સમજદાર વ્યક્તિ છું જ્યાં સુધી કોઈ મારું અપમાન ન કરે. જો કોઈ મારું અપમાન કરે છે તો મારી પાસે માત્ર ત્રણ મિત્રો જ કેમ છે એ સમજાઈ જશે.’

પ્રિયંકા હાલમાં હૈદરાબાદમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને તાજેતરમાં તેણે હૈદરાબાદ પહોંચ્યા બાદ દીકરી માલતી મારી સાથેની તસવીર પણ શૅર કરી હતી.

priyanka chopra bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news