28 October, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપરા જોનાસ
પ્રિયંકા ચોપડા જોનસ ગઈ કાલે વહેલી સવારે મુંબઈ આવી પહોંચી છે. તે જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં સામેલ થવા માટે અમેરિકાથી અહીં આવી છે. આ ફેસ્ટિવલ ગઈ કાલે શરૂ થયો છે અને પાંચ નવેમ્બર સુધી ચાલવાનો છે. પ્રિયંકાને મુંબઈ ઍરપોર્ટ પર જોઈને પાપારાઝી તેની આસપાસ ઘેરાઈ ગયા હતા. તેણે સૌને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. તે મુંબઈ એકલી આવી છે. તેની સાથે તેનો હસબન્ડ નિક જોનસ કે પછી દીકરી માલતી મૅરી ચોપડા જોનસ નથી દેખાઈ રહી. પ્રિયંકાએ બ્લૅક ક્રૉપ ટૉપ, પૅન્ટ અને એના પર લાંબો કોટ પહેર્યો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેની ટીમ લોકોથી તેને પ્રોટેક્ટ કરી રહી છે.
બાદમાં તે સૌને બાય કહીને કારમાં બેસીને નીકળી જાય છે. જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલનો પોતાનો ફોટો પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.