રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શૉર્ટ ફિલ્મના સ્ક્રીનિંગમાં કોવિંદે હાજરી આપી

09 March, 2020 06:35 PM IST  |  Mumbai Desk

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શૉર્ટ ફિલ્મના સ્ક્રીનિંગમાં કોવિંદે હાજરી આપી

રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ ભવનમાં નૅશનલ જિયોગ્રાફિક ચૅનલ દ્વારા બનાવવામાં આવેલી શૉર્ટ ફિલ્મ ‘સ્વચ્છ ભારત : ઇન્ડિયાઝ સૅનિટેશન સ્ટોરી’ની સ્ક્રીનિંગમાં પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ અને તેમની પત્ની સવિતા કોવિંદે હાજરી આપી હતી. તેમની સાથે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને મહિલા તથા બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ ઉપસ્થિત હતાં. ગઈ કાલે મહિલા દિવસ નિમિત્તે આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી ટ્‍‍વિટર પર આપતાં પ્રેસિડન્ટ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું હતું કે ‘આ ફિલ્મ ભારતના ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનમાં મોટા પાયે થનારા પરિવર્તનને દેખાડે છે. સાથે જ ખુલ્લામાં શૌચાલય જેવી જુનવાણી પ્રથાને દૂર કરવા માટે મહિલાઓએ પહેલ કરી છે.’

bollywood ram nath kovind bollywood news entertainment news