વિરાટ કોહલીના બર્થ-ડેએ પ્ર‌ીમિયર થશે સુપર Vનો

21 October, 2019 03:03 PM IST  |  મુંબઈ | રશ્મ‌િન શાહ

વિરાટ કોહલીના બર્થ-ડેએ પ્ર‌ીમિયર થશે સુપર Vનો

રાજકોટ : ટીમ ઇન્ડિયાના કૅપ્ટનની કૅરૅક્ટરિસ્ટ‌િક પર તૈયાર થયેલું આ સુપરપાવર-કૅરૅક્ટર જગતને બચાવવા વિલન સાથે લડશે, જેની લડતના સિદ્ધાંતો ક્રિકેટ પર આધારિત હશે

પાંચમી નવેમ્બરે વિરાટ કોહલીનો બર્થ-ડે છે અને એ દિવસે વિરાટ કોહલીના કૅરૅક્ટર પર આધારિત સ્ટાર નેટવર્ક દ્વારા ડેવલપ કરવામાં આવેલી સુપરહીરો સિરીઝ ‘સુપર V’નો પ્રીમ‌િયર કરવામાં આવશે. ‘સુપર V’ની કૅરૅક્ટરિસ્ટ‌િક ડિટ્ટો વિરાટ કોહલી જેવી બનાવવામાં આવી છે. તે સ્વભાવનો શાંત છે, પણ જ્યારે તેની કમાન છટકે ત્યારે કોઈની સાડાબારી નથી રાખતો. ૧૫ વર્ષની તેની ઉંમર છે અને તે રિયલ વિરાટ જેટલો જ જબરદસ્ત મસ્તીખોર છે.
૧૩ એપિસોડની આ સ‌‌િરીઝ સ્ટાર સ્પોર્ટ્સની તમામ ચૅનલો પર તો આવશે જ, પણ સાથોસાથ સ્ટાર પ્લસ, ડિઝની ચૅનલ અને માર્વેલ પર પણ આવશે તથા સ્ટાર ગ્રુપના ડિજિટલ પ્લૅટફૉર્મ હૉટસ્ટાર પર પણ જોવા મળશે.
‘સુપર V’ ક્રિકેટનો જબરદસ્ત રસ‌િયો છે અને ટીમ ઇન્ડિયા માટે તે કશુંક કરવા માગે છે. ટીમ ઇન્ડિયામાં એક દિવસ રમવાનું સપનું જોનારા આ સુપરહીરોને ખબર પડે છે કે દુનિયા પર બહુ મોટું જોખમ છે એટલે તે જોખમ ઊભું કરનારા સામે બાથ ભીડી લે છે. જોકે તેની આ લડાઈમાં પણ તેના ક્ર‌િકેટના ગુણોનો ઉપયોગ કરે છે.

bollywood bollywood gossips bollywood news virat kohli sports sports news