ઘરે ટમેટાં ઉગાડીને ખૂબ ખુશ છે પ્રીતિ ઝિન્ટા

02 August, 2020 08:27 PM IST  |  Mumbai Desk | Agencies

ઘરે ટમેટાં ઉગાડીને ખૂબ ખુશ છે પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ લૉકડાઉનમાં પોતાના ઘરે ટમેટાં ઉગાડ્યાં છે. લાલ ટમેટાં જોઈને તેને ખુશી અને ગર્વ થઈ રહ્યાં છે. ટમેટાંની સાથે તેણે શિમલા મરચાં પણ ઉગાડ્યાં છે. ટમેટાંની એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી છે, ‘મારા કિચન ગાર્ડનને જોઈને હું ખૂબ ઉત્સાહી, ગર્વિષ્ઠ અને ચંચલ બની ગઈ છું. મેં કદી ગાર્ડનિંગની કલ્પના નહોતી કરી અને કુદરતની આટલી નજીક જઈને મને આટલી શાંતિ પણ મળશે. સાથે જ એની સાથે ખૂબ ઊંડાણપૂર્વક લાગણીથી બંધાઈ જઈશ. કુદરતની નજીક લઈ જવા બદલ થૅન્ક યુ મૉમ.’

priety zinta bollywood bollywood gossips bollywood news