27 April, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પ્રીતિ ઝિન્ટા સોશ્યલ મીડિયા પર સારીએવી ઍક્ટિવ રહે છે. તે ઘણી વખત પોતાના જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ સોશ્યલ મીડિયા પર શૅર કરે છે. હાલમાં પ્રીતિએ સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે લટકીને કરોડરજ્જુની એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ વિડિયો શૅર કરીને પ્રીતિએ કૅપ્શનમાં લખ્યું છે, ‘મજબૂત કરોડરજ્જુ સારા સ્વાસ્થ્ય અને દમદાર ચરિત્રનો આધાર છે. કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી અને મજબૂતી માટે કૅડિલેક પર લટકીને એક્સરસાઇઝ. જ્યાં સુધી તમારી કરોડરજ્જુ ફ્લૅક્સિબલ છે ત્યાં સુધી તમે યુવાન છો. તો શક્ય હોય ત્યાં સુધી તમારી કરોડરજ્જુને ફ્લેક્સિબલ રાખો અને તમારા માટે સારામાં સારા પ્રયાસ કરતા રહો.’