પ્રીતિ ઝિન્ટાએ મેટા અને ગૂગલ સહિતનાં વિવિધ ઑનલાઇન પ્લેટફૉર્મ્સ વિરુદ્ધ હાઈ કોર્ટમાં કરી અરજી

19 June, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રીતિએ દાવો કર્યો છે કે આ કૃત્યો દ્વારા કૉપીરાઇટ ઍક્ટ, ૧૯૫૭ હેઠળના તેના નૈતિક અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો છે કે મેટા અને ગૂગલ સહિતનાં વિવિધ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને તેના નામ અને વ્યક્તિત્વ આધારિત સામગ્રી તૈયાર કરી છે તેમ જ એને અપલોડ કરીને પ્રસારિત કરી છે. પ્રીતિની ફરિયાદ છે કે આ પ્રવૃત્તિએ તેના પર્સનાલિટી રાઇટ્સ, કૉપીરાઇટ અને પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. પ્રીતિએ દાવો કર્યો છે કે આ કૃત્યો દ્વારા કૉપીરાઇટ ઍક્ટ, ૧૯૫૭ હેઠળના તેના નૈતિક અધિકારોનું પણ ઉલ્લંઘન થયું છે.

ન્યાયમૂર્તિ અભય આહુજાની સિંગલ-જજ બૅન્ચે પ્રીતિની અરજી સ્વીકારી છે અને તેને ઇન્જંક્શન કેસ દાખલ કરવાની પેટન્ટ પરવાનગી આપી છે. બૉમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું કે વાંધાજનક પ્રવૃત્તિઓ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર થઈ હતી અને ઘણા પ્રતિવાદી પક્ષોની કચેરીઓ મુંબઈની બહાર આવેલી હોવાથી કેસનો એક ભાગ કોર્ટના સીધા અધિકારક્ષેત્રની બહાર આવે છે પણ આમ છતાં પેટન્ટ પરવાનગી આપતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસની સુનાવણી, તપાસ અને અંતિમ નિર્ણય કરવાનો અધિકાર એને રહેશે.

પ્રીતિ પહેલાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, જૅકી શ્રોફ, અર્જુન કપૂર, વરુણ ધવન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, સલમાન ખાન, આર. માધવન, હૃતિક રોશન અને વિવેક ઑબેરૉય જેવા કલાકારો કોર્ટમાંથી પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર-અધિકારોના રક્ષણ માટે આદેશો અથવા ઇન્જંક્શન મેળવી ચૂક્યાં છે.

priety zinta preity zinta bombay high court bollywood buzz bollywood news bollywood entertainment news meta google