પ્રેગનેન્ટ સમીરા રેડ્ડી ગોવામાં મનાવી રહી છે બેબીમૂન, જુઓ તસવીરો

30 May, 2019 04:32 PM IST  |  મુંબઈ

પ્રેગનેન્ટ સમીરા રેડ્ડી ગોવામાં મનાવી રહી છે બેબીમૂન, જુઓ તસવીરો

જુઓ સમીરાના બેબીમૂનની તસવીરો

30 અઠવાડિયાથી ગર્ભવતી સમીરા રેડ્ડી માતૃત્વનો આનંદ માણી રહી છે. મુસાફિરની આ અભિનેત્રી પોતાના બેબીમૂન માટે ગોવામાં છે. જ્યાં તે તેના પતિ અને 4 વર્ષના દીકરા સાથે એન્જોય કરી રહી છે. સમીરા બીજી વાર ગર્ભવતી છે અને હાલ વેકેશન પર છે. તેના લેટેસ્ટ પિક્ચર્સ આ વાતની સાબિતી છે. જુઓ તમે પણ તેની આ તસવીરો.


સમીરાએ પતી અક્ષય વાર્ડે સાથે પણ ફોટો શેર કરી અને પોતાના એક્વાહોલિક્સ ગણાવ્યા છે.


ગોવામાં માતાના ખોળામાં બેઠેલા હેન્સનો ફોટો ખુબ જ ક્યુટ છે.


જુઓ સમીરાના પ્રેગનેન્સી ફોટોગ્રાફ્સના કેટલાક ફોટોસઃ  


સમીરા રેડ્ડી થોડા સમય પહેલા સામે આવી હતી અને ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેનું વજન વધી ગયા પછી તે લોકો સામે આવતા ડરતી હતી. સમીરાના જણાવ્યા પ્રમાણે, "મે 2015માં મારો વજન 120 કિલો સુધી પહોંચી ગયો હતો. હેન્સ જન્મ્યો ત્યારે મારું વજન વધ્યુ અને આ ડર મારા દિમાગમાં ઘર કરી ગયો હતો. આટલો સમય સ્ક્રીન પર ફીટ અને ગ્લેમરસ દેખાયા બાદ મારી પાસે આવી રીતે લોકો વચ્ચે આવવાની હિંમત મહોતી. પરંતુ ખરાબ તબક્કા વિશે સૌથી સારી વાત એ છે કે તમને ત્યારે જ ખબર પડે છે કે તમે કેટલા ઉપર જઈ શકો છો. મને વજન ઘટાડીને લોકોની સામે આવતા 2 વર્ષ લાગ્યા. મે કુદરતી રીતે વજન ઘટાડ્યું હતું. મારા માટે આ પોસ્ટ કરવું જરૂરી છે કારણ કે તમામ સ્ત્રીઓ આ તબક્કામાંથી પસાર થાય છે. નિડર બનો. તમે આમાંથી બહાર આવી શકો છો."


સમીરા છેલ્લે 2012માં ફિલ્મ તેઝમાં જોવા મળી હતી, તેણે 2014માં બિઝનેસમેન અક્ષય વાર્ડે સાથે લગ્ન કર્યા હતા. અને તેના પ્રથમ પુત્રનો જન્મ 2015માં થયો હતો.

sameera reddy bollywood news